દર મહિને ફક્ત ૨૧૦ રૂપિયાનું રોકાણ કરો અને મેળવો ૫૦૦૦ રૂપિયા દર મહિને, ભારત સરકારની આ યોજનાનો આજે જ લાભ લો.

2
4508

દેશનો દરેક વ્યક્તિ અટલ બિહારી વાજપેયીના નામથી પરિચિત છે પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારત સરકાર દ્વારા અટલજી ના નામ પર એક પેન્શન યોજના ચાલે છે. આ યોજનામાં અત્યાર સુધીમાં ૧ કરોડ કરતાં પણ વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. આ પેન્શન યોજના વર્ષ ૨૦૧૫માં મે માહિનામાં ચાલુ કરવામાં આવી હતી.

આ પેન્શન યોજના તમને તમારા ભવિષ્યમાં પણ મદદરૂપ થશે. આ યોજના તમને નક્કી રકમની ખાતરી આપે છે. અટલ પેન્શન યોજનામાં ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધીનો કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આમાં દર મહિને ફક્ત ૨૧૦ રૂપિયાનું રોકાણ કરવા પર ભારત સરકાર ૬૦ વર્ષની ઉંમર બાદ આજીવન ૬૦ હજાર રૂપિયા વાર્ષિક આપશે, મતલબ કે દર મહિને તમને ૫ હજાર રૂપિયા મળશે.

આ યોજનાના ફાયદાઓ :

  • આ યોજનામાં દર મહિને રોકાણની રકમ ઘણી ઓછી છે જેનાથી તમારા પૈસાના આયોજન પર કોઈ અસર નહીં પડે.
  • ભવિષ્ય માટે બચત યોજનાઓ જેટલી હશે એટલુ જ જીવન આરામદાયક પસાર થશે.
  • આ યોજના ભારત સરકાર દ્વારા હોવાથી કોઈપણ જાતનું જોખમ રહેતું નથી અને પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે.
  • આ યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચેનો કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે.

તમે જો આ યોજનામાં જોડાવવા માંગો છો અને તમારી ઉંમર ૧૮ વર્ષ છે તો તમારી રોકાણની મર્યાદા ૪૨ થી ૨૧૦ રૂપિયા પ્રતિ મહિના સુધીની છે. મતલબ કે તમને દર મહિને ૨૧૦ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને ૬૦ વર્ષ બાદ દર મહિને ૫૦૦૦ રૂપિયા એટલે કે વર્ષે ૬૦ હજાર રૂપિયા મળશે.

પણ જો તમારી ઉંમર ૧૮ વર્ષ કરતાં વધારે છે તો દર મહિને ભરવામાં આવતી રકમમાં વધારો થશે અને ઉંમરના હિસાબથી દર મહિને પૈસા ભરવાના રહેશે. દા.ત. જો તમારી ઉંમર ૨૫ વર્ષ છે તો તમારે દર મહિને ૩૭૬ રૂપિયા ભાવના આવશે અને જો તમારી ઉંમર ૩૦ વર્ષ છે તો તમારે દર મહિને ૫૭૭ રૂપિયા ભરવાના આવશે, ૪૦ વર્ષના વ્યક્તિને આ રકમ ૧૪૫૪ રૂપિયા ભરવાની રહેશે.

તો તમારી ઉંમર નાની છે મતલબ કે જો તમે ૧૮ વર્ષની ઉંમરથી આ યોજનામાં રોકાણ કરો છો તો દર મહિને ફક્ત ૨૧૦ રૂપિયા એટલે કે ૪૨ વર્ષમાં તમારે કુલ ૧.૦૫ લાખ રૂપિયાનું રોકાણ થશે જેની સામે તમને ૬૦ વર્ષની ઉંમર બાદ આજીવન તમને ૫૦૦૦ દર મહિને મળતા રહેશે.

બીજી તરફ જો તમારી ઉંમર વધારે છે તો તમારે રકમ પણ વધારે ભરવાની રહેશે પણ લાભ તો સરખો જ મળશે. જો તમે ૪૦ વર્ષની ઉંમરે રોકાણ કરવાનું ચાલુ કરો છો તો તમને ૨૦ વર્ષના હિસાબથી અંદાજે ૩.૪૯ લાખ રૂપિયા ભરવાના રહેશે. જેની સામે તમને ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ૫૦૦૦ રૂપિયાનો લાભ મળતો રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે બઁકમાં બચત ખાતું અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ યોજનામાં તમે જમા કરવવાની રકમ દર મહિને અથવા તો દર છ મહિને પણ જમા કરવી શકો છો. યોજનામાં જો લાભ લઈ રહેલ વ્યક્તિનું અવસાન થાય તો તેના પતિ અથવા પત્ની તે અકાઉંટમાં યોગદાન જમા કરાવી યોજનાનો લાભ લઈ શકે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here