દાઝી ગયાં બાદ થતી બળતરાં શાંત કરે છે આ દેશી આયુર્વેદિક મલમ. ” ચટ લગાડો, પટ શાંતિ”

0
1210

દાઝી ગયાં પછીની બળતરાં કેવી હોય એતો જેને અનૂભવ થાય એજ જાણે. આમ જોઇએ તો આપણે પણ જીંદગીમાં ક્યારેક આ તબક્કા માંથી પસાર થઈ ગયા હોઈએ છીએ એટલે ખબર હોય છે.

હવે જોઇએ આ મલમ કેવી રીતે બનાવાય છે તે. સાવ સાદી રીતે દેશી મલમ બનાવીને તૈયાર રાખો કે જેથી તમારે ટાણે દોડાદોડી ના થાય. ઓચિંતા દાઝી ગયાં પછી ડોક્ટર પાસે જતાં પહેલાં આવો હાથવગો ઉપાય તૈયાર હોય તો કેવો કામ લાગે, નહીં! વળી તમારી પાસે મલમ તૈયાર હશે તો પાડોશીને ઉપયોગી બને ખરુંને?

આ મલમ માટે આટલી વસ્તુઓ જોઇએ.
૧- તલનું તેલ ૪૦ ગ્રામ ૨-  ગાંધીને ત્યાંથી ૧૦ ગ્રામ રાળનો પાવડર લાવવો. બસ આ બે વસ્તુઓ જોઇએ મલમ માટે. હવે બનાવવાની રીત શીખી લ્યો.

સૌપ્રથમ કડાઈમાં તેલ નાખીને ધીમાં તાપે ગરમ કરો. ધૂમાડો નીકળે એટલે તેમાં રાળનાં બારીક પાવડર નાખી કડાઇ નીચે ઉતારી ચમચેથી હલાવી તરતજ એક થાળીમાં ઝીણાં કપડાથી ગાળી લેવું. ઠંડુ પડે એટલે એમાં પાણી નાખીને મસળી લેવું.

આ રીતે વારંવાર મસળીને તેમાંથી પાણી નિતારી લેવું. તેમાં પાણી નાખીને દસથી વીસ વખત નિતારતાં રહેવું એટલે લોચાં જેવો સફેદ મલમ બની જાય છે. આ મલમને કાચનાં વાસણમાં ભરીને ઉપર પાણી રેડવું. એટલો ખ્યાલ રાખવો જોઈએ કે, પાણી રોજ બદલતાં રહેવું. પાણીમાં મલમ રહેશે ત્યાં સુધી એ સારો રહેશે.

મલમને દાઝેલાં ભાગ ઉપર લગાડશો કે તરત ઠંડક થશે અને બળતરાં સાવ શાંત થઈ જશે. જાણે, ડોક્ટરે  એન્ટીસેપ્ટિક ક્રિમ લગાડ્યું. દાઝવાં સિવાય પણ બાળકની ગુદા પાકે, સડેલ ફોડકા, ઘારા, સ્ત્રીઓને થયેલ ખૂજલી અને સોજા, હરસ-મસા, પાક, ગુમડાં, પગનાં તળીયા ફાટવાં વગેરેમાં આ મલમ ચમત્કારિક ફાયદો કરે છે.

હવે આગળ આનાં ફાયદાઓ જુઓ, રાળનું ચૂર્ણ સો ગ્રામ, એટલાં વજનનું મીણ અને તલનું તેલ ૫૦૦ ગ્રામ લઈ ધીમાં તાપે ગરમ કરવું. મીણ અને રાળ તેલમાં ગળી જાય એટલે નીચે ઉતારી તેમાં  વીસ ગ્રામ બોરીક એસિડ મેળવો. આ મલમ દાઝવા, ખસ, ગુમડાં, ચાંદા ઉપર ખુબ અકસીર કામ કરે છે.
આ મલમ રાળનાં મલમ તરીકે ઓળખાય છે.

ખાસ નોંધ : આ મલમ બનાવતી વખતે તેલમાં ભડકો ના થાય એની કાળજી રાખશો. જોકે, એ પહેલાં તમને ખબર પડી જશે એટલે વાંધો નહીં આવે.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (સુરત)
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here