ડાયાબીટીસનો રામબાણ ઈલાજ છે આ ધાન્ય તથા પોષક તત્વોથી છે ભરપુર

0
1704

આરોગ્ય માટેનાં ઉપાયો બાબતમાં લોકજાગૃતિનું પ્રમાણ વધતું જાય છે. જેમકે, ક્યા ક્યા અનાજ, શાકભાજી, કઠોળ માંથી વધારે વિટામિન, કેલ્શિયમ વગેરે મળે વગેરે વિગતો જાણવાની ઘણાં લોકો કોશિશ કરતાં હોય છે. આજે આપણે એક ધાન્ય વિશે વિગતવાર ચર્ચા કરશું. જેનાં વિશે કદાચ બહું ઓછાંને ખબર હશે.

આપણે ઘઉં, બાજરા, ચોખા જેવાં અનાજથી પરિચિત છીએ. પરંતુ ‘કોદરી’ નામનાં ધાન્ય વિશે બહું ઓછાં લોકો જાણતાં હશે. કોદરી ગરીબોનો ખોરાક છે એથી ઘણાં લોકો એનો વપરાશ કરતાં નથી પરંતુ આ ધાન્ય પોષક તત્વોથી ભરપૂર છે એવો જ્યારથી પ્રચાર શરું થયો ત્યારથી એનો વપરાશ વધતો જાય છે.

કોદરી પચવામાં હલકી છે તેથી બિમાર વ્યક્તિ માટે ખૂબજ ગુણકારી છે. પાચન શક્તિ નબળી હોય એનાં માટે કોદરી ઘણી ફાયદાકારક છે. અગાઉનાં વખતમાં બિમાર માણસને કોદરી ખાવાની સલાહ અપાતી. એ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ટાઇફોડ તાવ હોય કે, કમળો કે સામાન્ય તાવ, કોદરીને બેસ્ટ ધાન્ય માનવામાં આવે છે.

પચવામાં ભારે નહીં હોવાથી કોદરી શરીરને બળ પ્રદાન કરે છે. એટલેજ કોદરીની ખીચડી માંદા માણસને ખાવા અપાય છે. કોદરી જલ્દી પચી જાય છે તેથી શરીરમાં તાકાતનો સંચાર થાય છે. વળી લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે એટલે ગરીબવર્ગ એનો વપરાશ વધું કરે છે.

અલબત્ત ગરીબ સિવાયનાં વર્ગમાં એનો વપરાશ ઓછો છે તો પણ શહેરી વિસ્તારમાં આરોગ્ય બાબતમાં જાગૃતિ આવતી જાય છે તેમ તેમ આનો પ્રયોગ લોકો કરતાં થયાં છે. ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં કોદરીનું વાવેતર અને વપરાશ વધું છે. એથી એ તરફ સસ્તું પડે છે.

અનૂભવી આયુર્વેદિક નિષ્ણાતો કહે છે કે, ડાયેટિંગ માટે પણ કોદરી બેસ્ટ છે. ભારત સિવાયનાં બીજાં દેશોમાં ડાયટ રેસિપી તરીકે કોદરીનો પ્રચાર વધ્યો છે. હવે આપણે આપણાં ધાન્યનો પરદેશમાં ઉપયોગ થતો જોઇને એનું અનુકરણ કરવાનું ચાલું કર્યું છે.

કોદરીમાંથી બનતી વાનગીઓ :
ખીચડી સિવાય કોદરી માંથી ઇડલી- ઢોસા, થેપલાં, પુલાવ, કાંજી વગેરે વાનગીઓ તૈયાર કરી શકાય છે. નાનાં બાળકો તેમજ સગર્ભા માતાઓ માટે કોદરીની વાનગીઓ ઉત્તમ સાબિત થઈ છે. એમાં ફાઇબર વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ ઉપરાંત ડાયાબીટીસનાં દરદીઓને ડોક્ટર કોદરીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપતાં થયા છે.

કોદરી કઇ રીતે રાંધીને ખાઇ શકાય? સામાન્ય રીતે કોદરીની ખીચડી સિવાય પણ અલગ અલગ રીતે વાનગીઓ બનાવી શકાય છે. જે રેસિપીઓની રીત ગુગલ કે યુ-ટ્યુબ ઉપર સર્ચ કરવામાં આવે તો સહેલાઇથી જાણી શકાય છે.

છેલ્લે, કોદરીમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે. ફાઇબરને કારણે પેટમાં જલ્દી પચતું નથી આનાં કારણે તે પચ્યાં પછી લોહીમાં ગ્લુકોઝ ઓછાં પ્રમાણમાં ભળે છે. આમ સસ્તું અને ગુણોમાં ઉત્તમ હોવાથી કોદરી લોકપ્રિય ધાન્ય બનતું જાય છે.

કોદરી વિષયક માહિતી જુદાં જુદાં સોર્સ મારફત એકઠી કરી છે. આનો ઉપયોગ જાણકારોની સલાહ મૂજબ કરશો તો વધું સરસ પરિણામ મળી શકે છે. તો ચાલો, તંદુરસ્તી જાળવી રાખવાં માટે આનો વપરાશ કરતાં થઈએ અને વધુમાં વધું લોકોને Share કરીએ.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here