ડાબી તરફ પડખું ફરીને સુવાથી થાય છે આશ્ચર્યજનક ફાયદાઓ, શું તમે જાણો છો?

0
6805

આખી રાત એક જ બાજુ પડખું ફરીને શું એ સંભવ નથી હોતું. પરંતુ આપણે જે પણ બાજુ પડખું ફરીને સુઈ જઈએ છીએ તેની અસર ફક્ત આપણા અંગો પર નહીં પરંતુ મગજ ઉપર પણ પડે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ડાબી બાજુ સૂવાથી શરીર ઉપર સારો પ્રભાવ પડે છે. ડાબી બાજુ પડખું ફરીને સૂવાથી લોહીનો સંચાર સારી રીતે થાય છે, જેના લીધે ઊંઘ સારી આવે છે. તેની સાથે-સાથે હૃદયના રોગ, પેટ સંબંધિત ખરાબી, થાક, પેટનું ફૂલવું તથા અન્ય શારીરિક સમસ્યાઓ નું સમાધાન થઈ જાય છે.

ઘાતક બીમારીઓ દૂર થાય છે

કિડની અને લીવર આપણા શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ડાબી તરફ પડખું ફરીને સૂવાથી શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો નીકળવામાં આસાની રહે છે. લીવરમાં ચરબી જમા નથી થતી. જો ઊંઘ માં કોઈપણ પ્રકારની ખલેલ પડે છે તો કિડની પોતાનું કામ સારી રીતે નથી કરી શકતી. લીવર અને કિડની સારી રીતે કાર્ય કરે તો શરીર ઘાતક બીમારીઓથી દૂર રહે છે.

પાચનશક્તિમાં સુધારો

સારી ઊંઘ થવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ડાબી તરફ પડખું ફરીને સૂવાથી ખાવાનું પચવામાં આસાની રહે છે. ખાવામાં આવેલ ભોજન આરામથી પેટમાંથી થઈને નીચે પહોંચે છે અને એકદમ આરામથી ભોજનનું પાચન થઈ જાય છે. જે લોકોને પાચનમાં ગરબડ રહેતી હોય તેઓને ડોક્ટર ડાબી બાજુ પડખું ફરીને સૂવાની સલાહ આપે છે. જેના લીધે સવારના સમયે તમારું પેટ આરામથી સાફ થઈ જાય છે.

સારી ઊંઘ આવવી

એક શોધમાં જણાવેલ રિપોર્ટ અનુસાર ડાબી તરફ પડખું ફરીને સૂવાથી મગજની બધી જ ગંદકી પણ દૂર થઈ જાય છે અને તમે દરરોજ સવારે પોતાને સ્વસ્થ મહેસુસ કરો છો. તેના લીધે પીઠના હાડકા અને પીઠના દુખાવામાં પણ આરામ મળે છે. ડાભી તરફ પડખું ફરીને સુતા લોકો ખુશખુશાલ અને સકારાત્મક જીવન જીવે છે. જો તમને અસ્થમાની પરેશાની હોય તો પણ ડાબી તરફ પડખું ફરીને સૂવાથી તમને રાહત મળશે.

હૃદય પર ઓછો ભાર રહે છે

ડાબી તરફ પડખું ફરીને સૂવાથી હૃદય પર ઓછો ભાર રહે છે કેમ કે એ સમયે હૃદય સુધી લોહીની સપ્લાય સારી માત્રામાં થઈ રહી હોય છે. જો હૃદય સ્વસ્થ રહેશે તો લોહી અને ઓક્સીજનનો સપ્લાય શરીર અને મગજ સુધી આસાનીથી પહોંચી શકશે. ડાબી તરફ પડખું ફરીને સૂવાથી લોહીનો પ્રવાહ પણ સારો રહે છે, જે ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. પગની એડી, પગ તથા હાથમાં સોજો આવવાની શક્યતાઓ પણ ઓછી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here