સીગરેટ છોડયા બાદ કેટલા સમયમાં શરીર સામાન્ય રીતે તંદુરસ્ત બની જાય છે? જાણો અહિયાં

0
1069

સ્વાસ્થ્યને નુકશાનકારક કોઈપણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ. પાન, માવા, ગુટખા અને સીગરેટ આ બધા વ્યસન શરીરને ખૂબ જ નુકશાન પહોચાડે છે. હ્રદય, ફેફસા અને શરીરના અન્ય નાજુક અંગોને આ બધી વસ્તુઓથી ખૂબ જ નુકશાન થાય છે. સમય જતાં વ્યસનને લીધે કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થવાની શક્યતાઓ રહેલી છે.

સીગરેટને લીધે શરીરમાં ફેફસા અને હ્રદયને ખુબ જ નુકશાન થાય છે. સીગરેટ મોઢાના કેન્સર, ગાળાનું કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડે છે. પરંતુ જો સમયસર વ્યસનને છોડી દેવામાં આવે તો ગંભીર બીમારીઓથી બચી શકાય છે. વ્યસન છોડવાની સાથે સમય જતાં શરીર પણ સામાન્ય પરિસ્થિતિમાં આવી જાય છે.

જ્યારે તમે સીગરેટ પીવાની લત છોડી દો છો ત્યારે તેના ફાયદા તુરંત જ મળવા લાગે છે. તો ચાલો જાણીએ સીગરેટનું વ્યસન છોડયા પછી શરીરમાં થતાં સકારાત્મક બદલાવો પર.

  • ૨૦ મિનિટ બાદ : સિગરેટ છોડ્યાના વીસ મિનિટ બાદ બ્લડ-પ્રેશર અને પલ્સ રેટ નીચે જવા લાગે છે. હાથ અને પગ નું તાપમાન સામાન્ય થવા લાગે છે.
  • કલાક બાદ : રક્તમાં ભરેલ કાર્બન મોનોક્સાઈડ ઘટવા લાગે છે અને ઓક્સિજનનું સ્તર વધવા લાગે છે.
  • ૨૪-૨૮ કલાક બાદ : હાર્ટ એટેક થવાની આશંકાઓ ઘટી જાય છે. ચાલવું આસાન થઈ જાય છે અને ફેફસાની કાર્યશક્તિ ૩૦% વધી જાય છે.

  • મહિનાથી ૧ વર્ષ બાદ : ઉધરસ, સાઇનસ, થાક અને શ્વાસની ફરિયાદ ઓછી તો થવાની સાથે-સાથે ફેફસાં સાફ થવા લાગે છે. સંક્રમણ સાથે લડવાની ક્ષમતા વધી જાય છે. હૃદયરોગ થવાની આશંકાઓ સિગરેટ પીતા લોકોની તુલનામાં અડધી થઇ જાય છે.
  • વર્ષ બાદ : કોરોનરી હાર્ટ રોગ અને હુમલો આવવાનો ખતરો સામાન્ય લોકોની તુલનામાં પહોંચી જાય છે.

  • વર્ષ બાદ : ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, ગળા અને અન્નનળીના કેન્સરની આશંકાઓ લગભગ અડધી થઇ જાય છે.
  • ૧૦ વર્ષ બાદ : મોઢા ગળા અન્નનળી બ્લેડર કિડની અને પેનક્રિયાઝના કેન્સરને આશંકાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે. સાથોસાથ ફેફસાના કેન્સરના કારણે થનાર મૃત્યુદર નો ખતરો પણ ઘટવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here