ચીનના બધા સામાન પર પ્રતિબંધ લગાવી દો, પણ આ ચશ્મા ભારત મંગાવી દો

0
1195

ભારતમાં હંમેશા ચીનની વસ્તુઓના ઉપયોગનો વિરોધ થતો આવ્યો છે. છતાં પણ ઘણી વસ્તુઓ ભારતમાં આજે વેચાય પણ છે અને વાપરવામાં પણ આવે છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો સમાન ભારતમાં વેચાય છે. ભારતમાં ચીનની દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી હંમેશા થતી રહે છે, પરંતુ આ પ્રોડક્ટ એવી છે જેને દરેક ભારતીય મેળવવા માંગશે.

આજે અહી અમે તમને ચીની ચશ્મા વિશે જણાવીશું. સામાન્ય રીતે તો કોઈપણ વસ્તુને ચર્ચામાં રહેવા માટે એટલુ જ કારણ કાફી છે કે એ પ્રોડક્ટ ચીની છે. પણ આ વખતે આ પ્રોડક્ટ એટલે કે ચીની ચશ્મા એટલે પણ ચર્ચામાં છે કે તેને પહેર્યા પછી તમે સામેવાળા વ્યક્તિ વિશેની દરેક વાતો જાણી શકશો. છે ને એકદમ હાઇટેક ચશ્મા !

China Chashma_02

જો કે હજુ એ જાણી નથી શકયું કે આ ટેક્નોલોજી ચીને ક્યાથી ચોરી છે, પરંતુ અત્યારે તો આપણે એ માની લઈએ છીએ કે તે ચીને જ બનાવ્યા છે. અને અત્યારે આપણે એ પણ માની લઈએ છીએ કે બધાને ગૂગલે ગ્લાસ વિશે કઈ જ ખબર નથી.

સામેવાળા વ્યક્તિની દરેક સાચી માહિતી આપતું હોવાથી આ ચશ્માને હાલ માટે તો ફક્ત ચીનના પોલિસ ને તેનો ઉપયોગ કરવા માટે અપાયેલ છે. કેમ કે તે લોકોને જ સૌથી વધારે આ ચશ્માની જરૂર પડે છે. પોલિસ તેના ઉપયોગથી વ્યક્તિની દરેક વિગત જાણી શકે છે અને ગુનેગારના ગુનાઓ વિશે જાણી શકે છે.

China Chashma_03

અત્યાર સુધીમાં આ ચશ્મા સાત લોકોને પકડાવી પણ ચૂક્યા છે. જો કે હાલ આ ચશ્માને અમુક પસંદ કરેલા પોલિસકર્મીઓને જ પહેરવા માટે આપેલા છે. પોલિસ તેનો ઉપયોગ કરીને ગુનેગારોની શોધખોળ કરી રહી છે અને પકડાયેલો વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તેની જાણકારી મેળવે છે.

હવે આપણે ખૂલી આંખે સપના નહીં જોઈએ અને પ્રાર્થના કરીશું કે આ પ્રોડક્ટ બને એટલુ જલ્દી માર્કેટમાં આવે અને આ ચીની ચશ્માનું કોઈ ચીની વર્ઝન ના આવે (આ વાક્યમાં પહેલો ચીની શબ્દ સાચો હતો અને બીજો ચીની શબ્દ આપણાં ભારતીયો માટે પાયરેસીનો સમાનર્થી છે) કેમ કે જો તેનું કોઈ આવું વર્ઝન આવ્યું તો વ્યક્તિને ઓળખવામાં મુશ્કેલી થશે કે તે ઓસામા છે કે ઓબામા.

China Chashma_04

ચશ્મામાં ગ્લાસ લગાવેલા છે પણ આ કોઈ નવી વાત નથી કેમ કે દરેક ચશ્મામાં ગ્લાસ લગાવેલા હોય છે. પરંતુ આ ચશ્મા કમ્પ્યુટર થી અને અપરાધીઓના ડેટા સાથે જોડાયેલા છે. ચશ્માની સામે ઉભેલા વ્યક્તિને આ ડેટા સાથે મેચ કરવામાં આવે છે અને જો ડેટામાં રાખેલી ફોટો સાથે મેચ થઈ જાય છે તો તેને પકડી લેવામાં આવશે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See Frist પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

Instruction_03

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here