ચેકમાં નીચે શા માટે લખેલ હોય છે આ ૨૩ આંકડાનો નંબર, શું તમે જાણો છો તેનો મતલબ

0
8697

ATM અને ઇન્ટરનેટ બેન્કિંગ ના જમાનામાં આજે ભલે લોકો ચેક નો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે પણ અત્યારે પણ મોટી લેન-દેન માટે ચેક નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો ચેકના ઇસ્તેમાલ ના સમયે તો તમે એમાઉન્ટ, સાઈન, ચેક નંબર જેવા ડેટાનો ખાસ ધ્યાન રાખો છો અને પૂરી રીતે તેને ભરો છો. પરંતુ શું તમે તમારા ચેક થી સંબંધિત કેટલીક વાતો બીજી પણ જાણો છો અને સમજો છો ?

જેમ કે ચેકના નીચે દેવામાં આવેલા નંબરો નો શું મતલબ હોય છે ? જી હા, ચેકમાં નીચેની તરફ દેવામાં આવ્યા 23 ડિજિટ ખૂબ જ ખાસ હોય છે. પણ મોટા ભાગના લોકો તેનો મતલબ નથી જાણતા. જો તમે પણ અત્યાર સુધી તેના પર ધ્યાન નથી આપ્યું તો ચાલો આજે તેના વિશે જાણી લો.

ચેક ની શુ વેલ્યુ હોય છે તે તમે સારી રીતે જાણો છો. એવામાં ચેકમાં દેવામાં આવેલો કોઈપણ ડેટા નકામો કેવી રીતે હોઈ શકે છે. ચેક પર લખેલા દરેક વિવરણ નો ખાસ મતલબ હોય છે. એવામાં ચેકમાં નીચે દેવામાં આવેલા 23 નંબર પણ બેહદ ખાસ હોય છે. જેનો મતલબ તમને ખબર હોવો જોઈએ. જો કે ચેક ની નીચે દેવામાં આવેલા આ નંબર માં 23 ડીજેટ ચાર હિસ્સા ઓમાં હોય છે અને દરેક હિસ્સો કે ભાગનો પોતાનું મહત્વ હોય છે.

જેમકે  લખેલા આ નંબરમાંથી શરૂઆતી છ ડિજિટ છે ચેક નંબર કહેવાય છે જે કે રેકોર્ડના માટે સૌથી પહેલા જોવામાં આવે છે. તેના પછી આગલા 9 ડિજિટ એમઆઈસીઆર કોડ હોય છે જેનો મતલબ હોય છે મેગ્નેટીક ઈંક કરેક્ટર રિકગનીશન છે. અસલમાં 9 નંબર થી ખબર પડે છે કે આ ચેક કઈ બેંક થી જારી થયેલો છે. ચેક રીડિંગ મશીન તેને વાંચે છે.

આ એમઆઈસીઆર કોડ પણ ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. તેમાં પહેલો ભાગ હોય છે સીટી કોડ એટલે કે સિરીઝ ની પહેલી ત્રણ ડિજિટ. અસલ માં તેતમારા શહેર નો પિનકોડ હોય છે. તેનાથી ખબર પડે છે કે ચેક કયા શહેર નો છે.

બીજો ભાગ બેંક કોડ હોય છે દરેકનો પોતાનો યુનિક કોડ હોય છે  જેમકે આઇસીઆઇસીઆઇ બેન્કનો 229 છે અને એસબીઆઇનો 002 હોય છે.

જ્યારે એમઆઇસીઆઇ કોડ નો ત્રીજો ભાગ બ્રાન્ચ કોડ હોય છે. આ બ્રાન્ચ કોડ બેંક ની દરેક શાખાનો અલગ-અલગ હોય છે. આ કોડ બેંક થી જોડાયેલા દરેક ટ્રાન્ઝેક્શનમાં પ્રયોગ કરવામાં આવે છે.

તેના પછી આગલા 6 ડિજિટ બેન્ક એકાઉન્ટ નંબર હોય છે. તમને કહી દે કે આ નંબર ફક્ત નવી ચેકબુક માં જ હોય છે પહેલાની જૂની ચેકબુક માં આ નંબર નથી હોતો.

સૌથી આખરે માં જે 2 ડિજિટ નમ્બર હોય છે તે ટ્રાન્ઝેક્શન આઈડી હોય છે. જેમાં 29, 30 અને 31 એટ પાર ચેક ને દર્શાવે છે  જ્યારે ૯, ૧૦ અને ૧૧ લોકલ ચેક ને. એટ પાર ચેક નો મતલબ હોય છે એવા જે કે પૂરા દેશના સંબંધિત બેંકમાં બધી બ્રાન્ચમાં સ્વીકાર્ય હોય અને સાથે જ બહારની બ્રાન્ચમાં પણ તેને ક્લિયર કરવાના દરમિયાન અતિરિક્ત પ્રભાવ નથી લાગતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here