ચેન્નઈની એક સ્કુલે પોતાના બાળકોને રજાઓમાં જે અસાઇમેંટ આપ્યું એ આખી દુનિયામાં વાઇરલ થઈ રહેલ છે

0
7342

કારણ બસ એટલું જ છે કે તેને ખૂબ જ સમજી વિચારીને બનાવવામાં આવેલ છે. તેને વાંચીને અહેસાસ થાય છે કે આપણે વાસ્તવમાં ક્યાં આવી પહોંચ્યા છીએ અને પોતાના બાળકોને શું આપી રહ્યા છીએ. અન્નાઈ વાયલેટ મેટ્રિક્યુલેશન એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલે બાળકોને નહીં પરંતુ માતા-પિતા માટે હોમવર્ક આપેલ છે જેને દરેક માતાપિતાએ જરૂર વાંચવું જોઈએ.

તેમણે લખેલ છે કે,

પાછલા દસ મહિનામાં તમારા બાળકોની દેખભાળ કરવામાં અમને ખૂબ જ સારું લાગ્યું. તમે જોયું હશે કે તેઓ ને સ્કૂલે આવું ખુબ જ સારું લાગી રહ્યું છે. હવે પછીના બે મહિના તેમના પ્રાકૃતિક સંરક્ષક એટલે કે તમે તેમની સાથે રજાઓની મજા લેશો. અમે તમને થોડી ટિપ્સ આપી રહ્યા છીએ જેના લીધે આ સમયે તેમના માટે ઉપયોગી અને ખુશખુશાલ સાબિત થશે.

 • પોતાના બાળકો સાથે ઓછામાં ઓછું બે વખત જમવાનું જરૂર રાખો. તેઓને ખેડૂતો નું મહત્વ અને તેમના પરિશ્રમ વિશે જણાવો અને તેઓને જણાવો કે અન્નનો બગાડ ન કરે.
 • ભોજન બાદ તેઓને પોતાની પ્લેટ જાતે સાફ કરવા દો. આ પ્રકારના કામોથી બાળકો મહેનત ની કિંમત સમજશે.
 • તેઓને પોતાની સાથે ભોજન બનાવવામાં મદદ કરવા દો. તેઓને પોતાની માટે થોડું ભોજન બનાવવા દો.
 • ત્રણ પાડોશીઓના ઘરે જાઓ, તેમની વિશે જાણો અને સંબંધોમાં ઘનિષ્ઠતા વધારો.

 • દાદા દાદી તથા નાના-નાની ના ઘરે જાઓ તથા બાળકોને તેમની સાથે ભળવા દો. તેમનો પ્રેમ અને ભાવનાત્મક સાથ તમારા બાળકો માટે ખૂબ જ જરૂરી છે.
 • તેઓને તમારા કામ કરવાના સ્થળ પર સાથે લઈ જાઓ જેથી કરીને તેઓ સમજી શકે કે તમે પરિવાર માટે કેટલી મહેનત કરી રહેલ છો.
 • કોઈ પણ સ્થાનીય તહેવાર તથા સ્થાનીય બજારે જવાનું ચૂકશો નહીં.
 • પોતાના બાળકોને ઘરમાં ગાર્ડન બનાવવા માટે પ્રેરિત કરો. વૃક્ષો વિશે જાણકારી હોવી તમારા બાળકોના વિકાસ માટે જરૂરી છે.

 • તમારા બાળપણ અને પરિવારના ઇતિહાસ વિશે બાળકોને જણાવો.
 • પોતાના બાળકોને બહાર જઈને રમવા દો, ઘાયલ થવા દો, ગંદા થવા દો. ક્યારેક ક્યારેક પડવું અને દર્દ સહન કરવું તેમના માટે સારું છે. સોફાના તકિયા જેવી આરામની જિંદગી તમારા બાળકોને આળસુ બનાવી દે છે.
 • તેઓને કોઈ પાલતું જ જનાવર જેવાકે કૂતરો, બિલાડી, પક્ષીઓ અથવા માછલીઓ પાળવા દો.
 • તમારા બાળકોને ટીવી, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ થી દૂર રાખો. આ બધા માટે તેમનું સમગ્ર જીવન રહેલું છે.

 • તેઓને ચોકલેટ, જેલી, ક્રીમ કેક, ચિપ્સ, ગેસવાળા પ્રવાહી પદાર્થો તથા બેકરી પ્રોડક્ટ અને સમોસા જેવા તળેલા ખાદ્ય પદાર્થો દેવા થી બચો.
 • પોતાના બાળકોની આંખોમાં જુઓ અને ભગવાનનો ધન્યવાદ માનો કે તેઓએ આટલી સરસ ભેટ તમને આપી છે. હવે આવનારા થોડા જ વર્ષોમાં તેઓ નવી ઊંચાઈઓ પર હશે.
 • માતા-પિતા હોવાને લીધી તમારી ફરજ બને છે કે તમે બાળકોને પોતાનો સમય આપો.

જો તમે માતા પિતા હશો તો આ વાંચીને તમારી આંખોમાં પાણી જરૂર આવી ગયા હશે. જો આંખોમાં પાણી આવી ગયા હશે તો નક્કી છે કે તમારા બાળકો વાસ્તવમાં આ બધી બાબતોથી દૂર છે. આ એસાઈમેન્ટ મા લખવામાં આવેલ એક એક શબ્દ જણાવી રહ્યા છે કે જ્યારે આપણે બાળક હતા ત્યારે આ બધી બાબતો આપણી જીવનશૈલી નો હિસ્સો રહેલી છે જેની સાથે આપણે યુવાન થયા છીએ. પરંતુ આજે આપણા બાળકો આ બધી બાબતોથી દૂર છે, જેનું કારણ આપણે પોતે છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here