ચાણક્ય નીતિ : આ ત્રણ પ્રકાર ના લોકો જીવનમાં ક્યારેય અમીર નથી બની શકતા

0
1601

આચાર્ય ચાણક્ય એક મહાન જ્ઞાની ની સાથે સાથે એક સારા નિતીકાર પણ હતા. તેમને વ્યક્તિ ના જીવન ને સુખી બનાવવા માટે કેટલીક વાતો કહી છે. જેના વિશે તેમની પુસ્તક ચાણક્ય નીતિ માં લખેલું છે. તેમને લખેલી વાતો આજકાલ ના સમય માં જોવા મળે છે.

આજે અમે તમને એવા ત્રણ લોકો વિશે જણાવીશું જે આંખો હોવા છતાં આંધળા ની જેમ વર્તતા હોય છે. આચાર્ય ચાણક્ય ના કહેવા મુજબ આ લોકો કદી અમીર બની નથી શકતા.

જે લોકો કાયમ કામવાસના માં લિપ્ત હોય તે લોકો કદી ધનવાન નથી બની શકતા. તેઓ કામવાસના માં આવીને સાચું અને ખોટું શું છે તે પણ ભૂલી જાય છે. તેઓ એવા ખોટા કાર્યો કરવા લાગે છે જેના વિશે તેઓ વિચારી પણ નથી શકતા. તેમના માટે કોઈ પણ સંબંધ મહત્વ નો રહેતો નથી. ચાણક્ય ના કહેવા પ્રમાણે જે લોકો કામવાસના માં લિપ્ત હોય તેમને બીજું કાંઈ જ દેખાતું નથી અને તેઓ કદી અમીર નથી બની શકતા.

આચાર્ય ચાણક્ય મુજબ જે વ્યક્તિ ધૂમ્રપાન કરતા હોય તેઓ કદી ધનવાન નથી બની શકતા. તે વ્યક્તિ હમેશાં નશા માં રહે છે. તેને પોતાના ખુદ ની પણ ચિંતા નથી રહેતી. તે પોતાની સાથે પોતાના પરિવાર ને પણ બરબાદ કરી નાખે છે.

આચાર્ય ચાણક્ય ના કહેવા મુજબ જે લોકો લાલચ રાખતા હોય તે લોકો પણ કદી અમીર બની નથી શકતા. લાલચ ના કારણે લોકો ખોટા કામ કરવા લાગે છે. આવા વ્યક્તિ ને પોતાના અને પારકા કોઈ જ દેખાતા નથી. ધન ની લાલચ માં તે કોઈ પણ સંબંધ ને તોડી શકે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here