ચમત્કાર : આ મંદિરમાં દર વર્ષે વધે છે શિવલિંગનો આકાર, જાણો તેની સાથે જોડાયેલ ઇતિહાસ

0
524

મધ્ય પ્રદેશ રાજ્યમાં બનેલા દેવાસ મહાકાલેશ્વર મંદિર આખા ભારતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં રાખેલ આ શિવલિંગનો આકાર દરેક વર્ષે વધી રહ્યો છે. આ મંદિરમાં કામ કરવાવાળા લોકો અને આ મંદિરની આસપાસ રહેવાવાળા લોકોનો દાવો છે કે શિવલિંગની ઊંચાઈ વરસમાં એકવાર જરૂર વધે છે.

દેવાસ ગામના સ્થાનીય લોકોની માનવામાં આવે તો મંદિરમાં મોજુદ શિવલિંગ-સ્વયંભૂ છે એટલે કે ખુદ જ પ્રગટ થયેલી છે અને તેની ઊંચાઈ વધી રહી છે. આ મંદિરની પાસે બનેલા ઘરોમાં રહેવાવાળા લોકો સાથ નાનપણથી જ આ મંદિર મા દર્શન કરવા માટે જાય છે અને તેમણે ખૂદ શિવલિંગનો આકાર વધતો જોયેલો છે.

આ ગામના લોકોનું કહેવું છે કે કોઈપણ ને આ વાતનો અહેસાસ પહેલા નથી થયો કે મંદિર માં રાખેલ શિવલિંગ નો આકાર વધી રહ્યો છે પરંતુ પાંચ વર્ષ પછી શિવલિંગનો આકાર પહેલાના મુકાબલે લોકોએ વધ્યો છે તેઓ જાણ્યું .

શિવરાત્રીના દરમિયાન વધે છે

આ મંદિરમાં આવવા વાળા ભક્તોની માનવામાં આવે તો મંદિરમાં રાખેલ આ શિવલિંગનો આકાર વર્ષમાં એકવાર ફક્ત એક તલ ની સમાન વધે છે. ભક્તો ની વાતો પર વિશ્વાસ કરીએ તો આ શિવલિંગનો આકાર દરેક શિવરાત્રીના દિવસે વધે છે અને તલના જેટલો આકાર વધવાના કારણે લોકોએ આ લોકોને આગળ વધવાનો વધવાની ખબર જ ન પડી.

શિવલિંગને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે અને જે લોકો ઘણા વર્ષ પછી આ મંદિરમાં આવે છે તેમના અનુસાર શિવલિંગની ઊંચાઈ પહેલાની તુલનામાં ખૂબ જ વધી ગઈ છે. તેમજ આ મંદિર સાથે કથા પણ જોડાયેલી છે અને તે કથા અનુસાર આ શિવની ખૂદ જ આ જગ્યાએ પ્રગટ થઈ હતી.

શું છે પૂરી કથા

ગૌરીશંકર નામ એક પંડિત દેવાસ ગામમાં રહેતા હતા. ગૌરીશંકર દરરોજ સવારે ઉજ્જૈન મહાકાલ નો દર્શન કરતા હતા અને પછી ફરી થી દેવાસ જાય આવીને જાતે રસોઈ બનાવીને ખાતા હતા. પરંતુ એક વખત એ દિવસ ગામમાં ખૂબ જ તેજ વરસાદ થયો અને આ વરસાદના કારણે ગૌરીશંકર ઉજ્જૈન જઈને મહાકાળનો દર્શન કરી શક્યા નહીં. મહાકાલ નો દર્શન ના કરવાના લીધે અન્ન નો ત્યાગ કરી દીધો. તેમજ વરસાદ ઘણા દિવસો સુધી આવ્યો અને ગૌરીશંકર એ જમ્યા જ નહીં તેથી તેમને કમજોરી આવી ગઈ.

ગૌરીશંકર ની તબિયત ખરાબ જોઈને તેમને શિવજીએ દર્શન દીધા અને તેમને કહ્યું કે તેઓ જ્યાં પણ પાંચ બીલીપત્ર રાખશે ત્યાં મહાકાલ સ્થાપિત થઈ જશે. શિવ થી મળેલા વરદાન મુજબ એક પથ્થર પર બિલીપત્ર રાખી દીધા અને ત્યાં શિવલિંગ પ્રગટ થઈ ગયુ. જેના પછી આ ગામના લોકોએ આ જગ્યા પર મંદિરની સ્થાપના કરાવી દીધી. તેમજ મંદિરનું નિર્માણ કરાવ્યા ના થોડાક વર્ષો પછી લોકોએ જાણ્યો કે મહાકાલેશ્વર મંદિરમાં પ્રકટ થયેલું શિવલિંગ લગાતાર વધી રહી છે અને આ વાત બધે જ ફેલાવા લાગી અને હવે આ મંદિર આખા દેશમાં પ્રસિદ્ધ થયું છે. દરેક વર્ષે લાખો લોકોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવે છે અને શિવલિંગના દર્શન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here