BSNL હવે જીયોને આપશે ટક્કર, BSNL દ્વારા લાવવામાં આવી ડેટા સુનામી ઓફર, ફક્ત ૯૮ રૂપિયામાં દરરોજ 1.5 GB ડેટા

0
1095

BSNL હવે એક નવું ડેટા સુનામી ઓફર લઈને આવ્યું છે. તેમાં તમને ફક્ત ૯૮ રૂપિયામાં 1.5 GB ડેટા દરરોજ માટે આપવામાં આવશે. આ પ્લાનની વેલીડિટી ૨૬ દિવસની રહેશે. BSNL દ્વારા આ પ્લાનને વિશ્વ દુરસંચાર દિવસ પર ખાસ લોંચ કરવામાં આવેલ હતો. કંપની અનુસાર ૯૮ રૂપિયાનું આ સ્પેશિયલ ટેરિફ વાઉચર પ્રીપેડ ગ્રાહકો માટે દેશભરમાં તાત્કાલિક પ્રભાવથી લોંચ કરી દેવામાં આવેલ છે.

BSNL નું આ ખાસ ઓફર ફક્ત ડેટા પ્લાન માટે જ છે. ગ્રાહકોને કોલિંગ માટે અલગથી પ્લાન લેવો પડશે. એ વાતનું પણ ખાસ ધ્યાન રહે કે BSNL પાસે 4G સેવા ઉપલબ્ધ નથી એટલા માટે BSNL પર હાલ તો 2G અને 3G નેટવર્ક જ ઉપલબ્ધ રહેશે.

પહેલા BSNL ગ્રાહકો માટે ૩૯ રૂપિયામાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર પણ લાવી ચૂક્યું છે. આ પ્લાન અંતર્ગત વપરાશકર્તાઓને ફક્ત ૩૯ રૂપિયાના સ્પેશિયલ ટેરિફ વાઉચર પર દિલ્હી અને મુંબઈ સર્કલને બાદ કરતાં દેશભરમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળતી હતી. રોમિંગમાં પણ આ ઓફર કામ કરતું હતું.

વોઇસ કોલિંગ પ્લાનની વેલીડિટી ૧૦ દિવસોની છે જેમ તમને સાથે સાથે કોલર ટ્યુન પણ મફતમાં આપવામાં આવે છે. આ સાથે તમને દરરોજના ૧૦૦ મેસેજ પણ ફ્રી આપવામાં આવતા હતા. BSNL આ અન્ય એક પ્લાનમાં ૧૧૮ રૂપિયાના રીચાર્જમાં વપરાશકર્તાઓને 1 GB ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ મળે છે. જેની વેલીડિટી ૨૮ દિવસની છે. એવું માનવામાં આવે છે કે BSNL દ્વારા આ નવો પ્લાન ટેલિકોમ સેક્ટરમાં વધી રહેલી હરિફાઈને લીધે લાવવામાં આવ્યો છે જેની સીધી જ ટક્કર જીયો સાથે થવાની છે.

જીયો ૯૮ રૂપિયામાં ૨૮ દિવસ માટે 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપે છે. આ સાથે તમને જણાવી દઈએ કે લેન્ડલાઇન વપરાશકર્તાઓને પણ BSNL દ્વારા રાહત આપવામાં આવી છે. BSNL દ્વારા ૨૦૧૬ થી રવિવારના દિવસે લેન્ડલાઇન વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી હતી જેને કંપનીએ જાન્યુઆરી ૨૦૧૮માં બંધ કરી દીધું હતું પરંતુ ફરીથી તેને ત્રણ મહિના માટે એટલે કે એપ્રિલ ૨૦૧૯ સુધી આપવામાં આવેલ છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here