બ્રેસ્ટ કેન્સર : આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો

0
1248

મનુષ્યના શરીરની રચના ઈશ્વરે અદભૂત કરી છે. ઈશ્વરે પુરુષ અને સ્ત્રીના શરીરના અંગોની બનાવટ અલગ અલગ કરી છે. સામાન્ય રીતે સ્ત્રીઓના શરીરમાં ૩૦ થી ૩૫ વર્ષે બદલાવ આવવા લાગે છે અને આ બદલાવ ઉમરને લીધે આવે છે અને એમાં મુખ્ય ફાળો હોર્મોન્સનો હોય છે. હોર્મોન્સને લીધે સ્ત્રી ના શરીરમાં ફેરફારો થાય છે અને એ બદલાવ જરૂરી પણ છે. સ્ત્રીઓમાં ઉમર વધવાની સાથે બ્રેસ્ટમાં નાની નાની ગાંઠો ઘણીવાર થાય છે અને આ ગાંઠ કઈ બ્રેસ્ટ કેન્સર જ હોય એવું નથી. દરેક મહિલાના કિસ્સા માં આવી ગાંઠો સામાન્ય હોય છે, તેથી તેને કેન્સર માની લેવું યોગ્ય નથી.

જો ક્યારેય પણ આવી ગાંઠ હોવાનું માલૂમ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી તેમના સલાહ સૂચન લેવા જોઈએ. અહી અમે તમને જણાવીશું કે બ્રેસ્ટ કેન્સર શું છે, તેનો ખ્યાલ કેવી રીતે આવી શકે અને બ્રેસ્ટ કેન્સર હોવાના લક્ષણો શું હોય છે?

તમને જાણીને નવાઈ લાગશે કે બ્રેસ્ટ કેન્સર ફક્ત મહિલાઓમાં જ નહીં પણ પુરૂષોને પણ થાય છે. પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ મહિલાઓ કરતાં બહુ જ ઓછું જોવા મળે છે, જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. બ્રેસ્ટ કેન્સર થયા અગાઉ અમુક લક્ષણો જોવા મળે છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે.

બ્રેસ્ટ કેન્સરમાં મોટા ભાગનાં કિસ્સાઓમાં ગાંઠ માં કોઈ દુ:ખાવો થતો હોતો નથી. તો જ્યારે આપને નીચે આપેલા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.

  • બ્રેસ્ટના આકાર માં ફેરફાર દેખાય કે બ્રેસ્ટ ની સાઇઝ માં વધ-ઘટ જોવા મળે.
  • બ્રેસ્ટમાં સોજો દેખાય કે બ્રેસ્ટ નો કલર લાલ રંગનો થઈ જાય.
  • બ્રેસ્ટના કોઈ ભાગમાં દુખાવો થવા લાગે અથવા તો વધુ પડતી ખંજવાળ આવવા લાગે તો પણ એ બ્રેસ્ટ કેન્સરની નિશાની છે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

બ્રેસ્ટ કેન્સરમાં છાતીના ભાગમાં ગાંઠ બને છે જે સમય જતાં વધતી રહે છે. જો તમને આવું કઈ લાગે તો યોગ્ય સારવાર લેવી જેથી કરીને ગંભીર પરિણામ ન આવે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here