સામગ્રી :
- એક મિડીયમ સાઈઝ નું કેપ્સિકમ
- એક મીડિયમ સાઇઝનું ગાજર
- એક મીડીયમ ડુંગળી
- અડધો કપ લીલી ડુંગળી
- ૯ થી ૧૦ લસણ ની કરેલી પેસ્ટ
- 6 લાંબા કાપેલા મશરૂમ
- ત્રણ લીલી ડુંગળી
- એક ટેબલ સ્કૂલ cornstarch પાણીમાં પલાળી દેવા
- સાત બ્રેડની કોર્નરો
- દોઢ ટેબલસ્પૂન રેડ ચીલી સોસ
- એક ટેબલસ્પૂન ડાર્ક સોયાસોસ
- ૧ ટેબલસ્પૂન વિનેગર
- મીઠુ સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બનાવવાની રીત :
વધેલી બ્રેડ ની કિનારી ઓ થી બ્રેડ ચીલી રેસીપી બનાવવા માટે સૌપ્રથમ બ્રેડના ટુકડા ને ત્રણ મિનિટ સુધી ધીમી આંચ પર તવી પર શેકી લો. શેકી લીધા પછી બ્રેડના ટુકડા કુરકુરા બની જશે હવે તેને ઠંડા થવા માટે મૂકી દો.
હવે એક પેનમાં 2 ચમચી તેલ નાખીને તેલ ગરમ કરો. હવે તેમાં પીસેલું લસણ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને પાકવા દેવું. હવે તેમાં કેપ્સિકમ, લીલી મરચી, મશરૂમ ,ઝીણું સમારેલું ગાજર નાખીને 2 મિનિટ સુધી હલાવતા રહો અને પાકવા દો .હવે તેમાં લીલી ડુંગળી મિક્સ કરો પછી તેમાં ડાર્ક સોયા સોસ અને રેડ ચીલી સોસ બંને એક એક ચમચી ઉમેરો.
હવે થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરો એ પછી પલાળીલુ કોન્સ્ટ્રેચ ઉમેરો .હવે આ બધુ એક મિનિટ સુધી થવા દો. હવે તેમાં મીઠું ઉમેરી દો અને ગેસને બંધ કરી દો .હવે તેમાં શેકેલા બ્રેડના ટુકડા નાખી સરખી રીતે બધું જ મિક્સ કરો અને ગરમાગરમ લીલી ડુંગળી થી ગાર્નિશ કરીને સર્વ કરો.