બોરિંગ સંભોગ ક્રિયામાં આ રીતે લાવો નવો રોમાંચ, દરેક કપલ જરૂર વાંચે

1
6156

લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ સુંદર હોય છે. પાર્ટનર એકબીજાને સમજવાની સાથે સાથે એકબીજાની કંપની, નજીક હોવાનો અહેસાસ અને પ્રેમને ખૂબ જ આનંદિત રીતે પસાર કરે છે. પરંતુ પછી એવું બને છે કે ધીમે ધીમે જવાબદારીઓ વધતી જાય છે અને રોજિંદા જીવનનો હિસ્સો બનતા જઈએ છીએ.

આ બધી બાબતોની અસર સંભોગ પર પડે છે અને તેની અસરો તમારા સંબંધો પર પાડવા લાગે છે. તેના માટે જરૂરી છે કે તમે સંભોગ ક્રિયાને કંટાળાજનક ના બનવા દો. તેના માટે જરૂરી છે અમુક વાતોનુ ખાસ ધ્યાન રાખવું જે કે જેના લીધે રોજિંદા જીવનની અસર તમારી સંભોગ ક્રિયા પર ના થાય. અહી તમને એ વાતો જણાવેલ છે જેના પર તમે ધ્યાન આપીને તમારી સંભોગ ક્રિયાને રોમાંચિત કરી શકો છો.

જો સાથે વિતાવવા માટે સમય નથી તો તેનું અસર જરૂરથી તમારી સંભોગ ક્રિયા પર પડશે અને તમારી સંભોગ ક્રિયા કંટાળાજનક થઈ જશે. તમે ગમે તેટલા પણ વ્યસ્ત કેમ ના હોવ થોડો સમય એકબીજા માટે કાઢવો જ જોઈએ. સાથે વિતાવેલ આ સમયની અસર બેડરૂમ પર જરૂર પડશે.

થોડા વર્ષો પછી જાતિય સુખને લઈને રોમાંચ ઓછો થઈ જાય છે અને કંટાળાજનક લાગવા લાગે છે. આવા સમયે કઈક નવું કરો અને બેડરૂમમાં કેન્ડલ જલાવો અને રોમાંટિક માહોલ બનાવો. પોતાના પાર્ટનરને પુછો કે તે સંભોગ ક્રિયામાં શું નવું કરવા ઈચ્છે છે અને પોતાની ઈચ્છા પણ જણાવો. ઉતેજીત આઉટફિટ પહેરો અને રોમાંટિક વાતો કરો.

કપલ હંમેશા એકબીજાને કહેવાથી અચકાતાં હોય છે કે તેઓ પોતાની સંભોગ ક્રિયામાં કઈક નવું કરવા ઈચ્છે છે, તેઓને એવું લાગે છે કે આવું કહેવાથી તેમનો પાર્ટનરને ક્યાક દુખ ના લાગી જાય અને તેને એવું ના લાગે કે તે જાતિય સુખથી સંતુષ્ટ નથી. આ બધી વાતો તમારા પાર્ટનર સાથે કરો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાતને એવી રીતે કરવી કે તમારા પાર્ટનરને દુખ ના લાગે.

રોજિંદા જીવનમાં નાની નાની ખુશીઓને નજર અંદાજ ના કરો, આ નાની નાની ખુશીઓનું ખૂબ જ મહત્વ હોય છે. એકબીજાને અડવું, ગિફ્ટ આપવી, સરપ્રાઇજ આપવી વગેરે સંબંધો તથા તમારી જાતિય ક્રિયાને પણ સજીવન રાખે છે. આ બાબતોને તમારા જીવનમાંથી ક્યારેય ગાયબ ના થવા દો. એકબીજાને ગળે લગાડવું, એકબીજાને અડવું, ચુંબન કરવું વગેરે બાબતો પણ જરૂરી બની રહે છે.

ઘણી કોશિશ છતાં પણ જો સાથે સમય પસાર ના કરી શકો તો તેના લીધે સ્વભાવ ચિડિયો થઈ જાય છે અને તે તમારી સંભોગ ક્રિયાને ખૂબ જ પ્રભાવિત કરે છે. કઈક એવું વિચારો જેના લીધે તમે એકબીજાની સાથે થોડો સમય રહી શકો, જેમ કે, સવારે વોકિંગમાં જવું, સાથે થોડું વ્યાયામ કરવું વગરે તમને એકબીજાની નજીક લાવશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here