બિલ ગેટ્સને જ્યારે પુછ્યું કે, તમારાથી અમીર કોણ છે આ દુનિયામાં? જાણો બિલ ગેટ્સે શું કહ્યું

2
4998

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ અને કોઈએ પૂછ્યું કે, “આ ધરતી ઉપર તમારાથી પણ કોઈ વધુ અમીર છે?” બિલ ગેટ્સે જવાબ આપ્યો કે, “હા એક વ્યક્તિ છે જે આ દુનિયામાં મારાથી પણ વધુ અમીર છે.” તો સવાલ કરવામાં આવ્યો કે એ વ્યક્તિ કોણ? બિલ ગેટ્સે જણાવ્યું કે, એક સમયે જ્યારે મારી પ્રસિદ્ધિ અને અમે નાના હતા ત્યારે હું એક ન્યૂયોર્કના એરપોર્ટ પર હતો. ત્યાં સવાર સવારમાં અખબાર જોઈને મને એક અખબાર ખરીદવાની ઈચ્છા થઈ પરંતુ મારી પાસે છુટ્ટા પૈસા ન હતા.

જેથી કરીને મેં અખબાર લેવાનો વિચાર છોડી દીધો અને એ અખબારને ત્યાં જ રાખી દીધું. અખબાર વેચતા છોકરા એ મારી સામું જોયું તો મેં તેને છૂટા પૈસા અને સિક્કા ના હોવાની વાત કહી. છોકરાએ એ અખબાર મને હાથમાં આપતાં કહ્યું કે હું તમને આ અખબાર મફતમાં આપું છું. આ વાતને ઘણો સમય થઈ ગયો અને અંદાજે ત્રણ મહિના બાદ સંજોગોવસાત ફરી એ જ એરપોર્ટ પર હું ઉતર્યો અને અખબાર લેવા માટે મારી પાસે છુટ્ટા પૈસા ન હતા. ફરી એ છોકરાએ મને અખબાર આપ્યું તો મેં તેને ના પાડી દીધી. બિલ ગેટ્સે ના પાડતા જણાવ્યું કે હું આ નથી લઈ શકતો. તેના જવાબમાં પેલા છોકરાએ કહ્યું કે તમે આ અખબાર લઈ શકો છો કારણકે હું તમને આ અખબાર મારા પ્રોફિટના ભાગમાંથી આપું છું એટલે મને નુકસાન નથી જતું. તેની આ વાત સાંભળીને મેં અખબાર લઈ લીધું.

આ વાતના 19 વર્ષ બાદ હું પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો અને મને એ છોકરા ની યાદ આવી તો મેં તેને શોધવાનું ચાલુ કર્યું. આશરે દોઢ મહિનાની શોધખોળ બાદ આખરે એ છોકરો મને મળી આવ્યો. મેં તેને પૂછ્યું કે શું તું મને ઓળખે છે? છોકરા એ જવાબ આપ્યો, હા તમે મિસ્ટર બિલ ગેટ્સ છો. બિલ ગેટ્સે કહ્યું કે તને યાદ છે તે ક્યારેક મને ફ્રી માં આપેલા હતા? છોકરાએ કહ્યું કે હા મને બિલકુલ યાદ છે આવું બે વખત બન્યું હતું. ત્યારે બિલ ગેટ્સે કહ્યું કે તે એ સમયે જે કરેલું એની માટે હું એની કિંમત ચૂકવવા માગું છું. તું તારા જીવનમાં જે કંઈ પણ ઇચ્છતો હોય તે માંગી શકે છે હું તારી દરેક જરૂરિયાત પૂરી કરીશ.

ત્યારે છોકરાએ પૂછ્યું કે, સર, તમને એવું નથી લાગતું કે આવું કરીને તમે મારી એક આમ ની કિંમત નહીં ચૂકવી શકો? બિલ ગેટ્સે પૂછ્યું કેમ? ત્યારે જ છોકરાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો, મેં જ્યારે તમારી મદદ કરી હતી ત્યારે હું એક ગરીબ છોકરો હતો જે અખબાર વેચતો હતો. તમે મારી મદદ ત્યારે કરી રહ્યા છો જ્યારે આ દુનિયાના સૌથી અમીર અને સામર્થ વાળા વ્યક્તિ છો તો પછી તમે મારી મદદ ની બરોબર કઈ રીતે કરી શકો છો?

બિલ ગેટ્સ ની નજર માં તે વ્યક્તિ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિથી પણ અમીર હતો કારણકે કોઈની મદદ કરવા માટે તેણે અમીર થવાની રાહ જોઇ ન હતી. અમીરી પૈસાથી નહીં પરંતુ દિલથી હોય છે. મિત્રો કોઈ ની મદદ કરવા માટે દિલનું અમીર હોવું જરૂરી છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here