સમયની સાથે-સાથે આપણે માનવો માનવતા ભલે ભૂલી ગયા હોય પરંતુ જાનવરોમાં “જાનવરતા” જરૂર બચેલી છે. આપણા દેશમાં ગાયને પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે એટલા માટે તેને પૂજનીય માનવામાં આવે છે. અહીંયા ફક્ત ગાયને જ પૂજા કરવામાં નથી આવતી પરંતુ તેના દૂધને પણ અમૃત માનવામાં આવે છે.
હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો હતો જેને સાંભળ્યા બાદ તમે પણ ગાયને આપવામાં આવેલ માતાનો દરજ્જો યોગ્ય ઠેરવશો. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં તેનો જીવતો જાગતો દાખલો જોવા મળ્યો હતો. જ્યાં એક ગાય કૂતરા ના ચાર બાળકોને માં બનીને તેમની ભૂખ સંતોષથી દેખાઈ રહી હતી અને પોતાનું દૂધ પિવડાવી રહી હતી. કુતરાના આ બચ્ચાઓ ભૂખથી ટળવળી રહ્યા હતા. જણાવવામાં આવે છે કે એક દુર્ઘટનામાં આ બચ્ચાઓની માં નું મૃત્યુ થયું હતું. ગાય દ્વારા કુતરાના આ બચ્ચાઓને દૂધ પીવડાવવાની આ ઘટના જ્યારે એક વ્યક્તિ દ્વારા જોવામાં આવી ત્યારે આ અદ્ભુત ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
યૂટ્યૂબ પર ૨૦ સેકન્ડનો બનાવવામાં આવેલો આ વિડીયો ખૂબ જ પ્રેમાળ અને ભાવુક કરવાવાળો છે, જેથી સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ખૂબ જ હિટ થઈ ગયો છે.
તમે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પડતાં આ આર્ટિક્લ ને અન્ય લોકો સુધી શેયર કરો જેથી દરેક વ્યક્તિ ગાય માતાના આ ઉમદા કાર્યને વધાવી શકે. કોમેન્ટમાં જય ગાય માતા જરૂરથી લખજો.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.