“ભુખનો કોઈ ધર્મ નથી હોતો” આ વ્યક્તિ કોઈપણ ધર્મના ભેદભાવ વગર દરરોજ અનેક લોકોને કરાવે છે મફતમાં ભોજન

0
482

પાથરણા પર પ્લેટો સાથે બેઠેલા બેઘર ભિખારી તથા મજુર એક ફ્લાવર નીચે કોઈ ની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં ઘડિયાળમાં ૧૨:૩૦ વાગે છે, એક દુબળો-પાતળો વ્યક્તિ આવે છે અને દાળ ભાત આપવાનું શરૂ કરે છે. શહેરના દબીરપુરા ફ્લાયઓવરની પાસે વર્ષ 2012થી તે દરરોજ બપોરે જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડે છે.

તેમનું નામ છે સૈયદ ઉસ્માન અઝહર મોકાસી, જેમનું કહેવું છે કે “ભૂખ નો કોઈ ધર્મ નથી હોતો.” વ્યવસાયે ઇન્ટિરિયર કારીગર અજહર દબિરપુરા મા પોતાની એક નાની દુકાન ચલાવે છે. તેઓ પોતાનું ઘર પણ ખૂબ જ મુશ્કેલીથી ચલાવે છે છતાં પણ તેઓ ને ગરીબોની મદદ કરવાનો ભાવ રહેલો છે. જે તેમને દરરોજ ઘણા લોકોને ભરપેટ જમવાનું જમાડવાની હિંમત આપે છે.

તેઓએ પોતાના પિતાને ચાર વર્ષની ઉંમરમાં જ ખોઈ દીધા. ત્યારબાદ ભૂખને પીડા શું હોય છે તેમનો તેને અનુભવ થયો. છ વર્ષ પહેલા તે ફ્લાયઓવર નીચે એક બેઘર મહિલા ની સાથે પણ આવું જ બનેલું. જેણે તેમને મફતમાં ભોજન કાર્યક્રમ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા.

૩૬ વર્ષીય મોકાસીએ યાદ કરતાં કહ્યું કે મેં લોકોની ભૂખ દૂર કરવા માટે ભોજનની વ્યવસ્થા અને મારી પાસે રહેલા સીમિત સાધનોમાં જે કંઈ પણ કરી શકું તે કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં તેમની પત્ની જમવાનું બનાવતી હતી અને તે જરૂરિયાતમંદોની સેવા માટે ફ્લાયઓવર માં આવતી હતી. બાદમાં તેઓને વાહનો ખર્ચ બચાવવા માટે ફ્લાયઓવર પાસે જ જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું.

અઝહરે જણાવ્યું કે શરૂઆતમાં અહીંયા ૩૦-૩૫ લોકોની સાથે શરૂ થયેલ આ કામ આજે 150થી પણ વધારે લોકોને ભોજન ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. અઝહર ના આ કાર્યને હવે શનિ કલ્યાણ ફાઉન્ડેશન ચલાવે છે જેમણે બે રસોઈયા પણ ભાડા પર રાખેલ છે.

તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા કામ હવે બેંગ્લોર, ગૌહાટી, રાઇચુર, તાંદુર વગેરે શહેરોમાં દૈનિક રીતે એનજીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અઝહર ખુશ છે કે જે કામ તેઓએ એકલા શરૂ કર્યું હતું હવે તેની સાથે ઘણા વ્યક્તિઓ અને સંગઠનો જોડાઈ ચૂક્યા છે. જોકે તેઓનું માનવું છે કે તેમનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આ દેશ અને દુનિયા માંથી ભૂખ સમાપ્ત થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here