ભારતીય વાયુસેનાએ સરકારને કહ્યું, અમને તુરંત જોઈએ છે આધુનિક લડાકુ વિમાન, મિસાઇલ અને હથિયાર

0
401

પુલાવા માં થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયા છે. અને તેના લીધે બંને દેશોની સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સાથે વધતા આ તણાવ ના લીધે તે ભારત સરકારે ત્રણ સેનાઓને મજબૂત કરવામાં લાગી છે. કેમ કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે સેના તૈયાર હોય.

તેમની પાસે કોઈપણ ચીજોની કમી ના હોય. તેની સાથે આપણા દેશની વાયુસેનાએ ભારત સરકારને આધુનિક હથિયાર સહિત ઘણી ચીજોની માગણી કરી છે. જેની યુદ્ધના સમયે જરૂરત પડી શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સ પેપરમાં છપાયેલી એક ખબરના અનુસાર પાકિસ્તાનમાં કરવામાં આવેલી સ્ટ્રાઈક પછી પડોશી દેશોમાં તણાવ વધી ગયા છે. અને આ તણાવને વધુ તો જોઈ ને ભારત વાયુસેનાએ સરકાર જોડેથી લડાકુ વિમાન અને મિસાઇલોની માગણી કરી છે. સેના દ્વારા કહેવામા આવેલ છે કે, આ સામાન જલ્દી જલ્દી ઉપલબ્ધ કરે.

વાયુ સેના પાસે મિસાઇલોની અછત છે. પણ એક વખત આ મિસાઈલોનો પ્રયોગ યુદ્ધ માટે કરવામાં આવે તો તેની લાઇફ વધુ નથી ચાલતી. એટલા માટે વાયુસેનાએ ભવિષ્યનો વિચાર કરીને સરકાર પાસે આધુનિક હથિયાર અને મિસાઇલોને માંગણી કરી છે. સાથે વાયુસેનાએ લડાકુ વિમાનોની ભારતીય વાયુસેનામાં લાવવાની વાત સરકારને કરી છે.

કેમકે અત્યારે વાયુસેના મીગ-21 જેવા વાયુસેનાને ઉડાડી રહી છે જે ઘણા જૂના થઈ ગયા છે. અને આ વિમાનો ની મદદથી દુશ્મનોનો સામનો કરવો મુશ્કેલીરૂપ બની ગયું છે. થોડા સમય પહેલાં જ આપણી વાયુસેના આવે પાકિસ્તાન આધુનિક લડાકુ વિમાન F-16 નો સામનો મીગ-21 થી કર્યો હતો. જે બહુ જૂનું થઈ ગયું છે.

આતંકી કેમ્પો ની જગ્યા બદલી

ભારત તરફથી બે વખત પાકિસ્તાનમાં જઈને સ્ટ્રાઇક કરવાના લીધે આતંકી સતર્ક થઈ ગયા છે અને ઘણા આતંકી સંગઠન એ તો પોતાની જગ્યા પણ બદલી નાંખી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાનની સીમા પર બનેલા પાકિસ્તાની કેમ્પો ખેબર પખ્તૂનખ્વા ના ક્ષેત્રોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

કેમ કે ભારત તરફથી થવા માં આવતી સ્ટ્રાઇક થી તે બચી શકે. આના પહેલા આ દરેક કેમ્પ નિયંત્રણ રેખા ની બાજુમાં જ રહેતા હતા. જેનાથી તેમને સરળતાથી નિશાન કરી શકાય. પરંતુ અત્યારે તેમને નિયંત્રણ રેખાથી ઘણા દૂર કરી દેવામાં આવ્યા છે.

આપણા દેશમાં ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી સ્ટ્રાઈકના લીધે પાકિસ્તાનમાં બનેલા ઘણા આતંકી કેમ્પો તબાહ થઇ ગયા છે. અને ભારતે કેમ્પોને નાશ કરવા માટે લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો હતો. જે સમયે ટ્રાય કરવામાં આવી ત્યારે આતંકી કેમ્પો સીમાથી દૂર ન હતા. એટલા માટે આતંકી કેમ્પોનો નાશ કરવા માટે અને તેમના સુધી પહોંચવા માટે ભારતીય વાયુસેનાની વધારે મુશ્કેલી નથી થઈ.

પરંતુ અત્યારે તે કેમ્પોનો લોકેશન બદલી દેવામાં આવ્યું છે અને તે કેમ્પોને સીમાથી ઘણા દૂર રાખવામાં આવ્યા છે. કેમકે આગળ ભવિષ્યમાં ભારતીય વાયુ સેના તે કેમ્પોને બરબાદ ના કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here