ભારતીય સેનામાં રિટાયરમેન્ટ બાદ વફાદાર કૂતરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવે છે, જાણો તેનું કારણ

0
4017

તમે સાંભળ્યું હશે કે કુતરા માણસ ના સૌથી સારા મિત્ર હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં તે પોતાના માલિકનો સાથ નથી છોડતા. પરંતુ શું થાય જ્યારે આપણે જ આપણા એ વફાદાર મિત્ર ને પોતાના જ હાથે મૃત્યુ આપી દઈએ. કૂતરાઓને ભારતીય સેનામાં સુરક્ષાના દ્રષ્ટિકોણથી મહત્ત્વના માનવામાં આવે છે. આર્મી ડોગ્સ પણ પોતાની ખાસિયતના કારણે દેશની સેવા કરવામાં તત્પર રહેતા હોય છે.

તેઓ પણ એક સૈનિકની માફક દેશની સેવા કરવા માટે તત્પર હોય છે. પરંતુ આ કૂતરાઓ વિશે તમને એક જાણકારી હજુ સુધી પણ કદાચ નહીં જાણતા હોય કે આ કુતરાઓ ને ત્યાં સુધી જ જીવિત રાખવામાં આવે છે જ્યાં સુધી તેઓ સેનામાં કામ કરી રહ્યા હોય. જ્યારે આ કુતરા આવું કોઈ કામના નથી રહેતા અથવા તો તેમને રિટાયરમેન્ટ આપી દેવામાં આવે છે ત્યારબાદ તેઓને ઝેર આપીને મારી નાખવામાં આવે છે.

પરંતુ હવે કેન્દ્ર સરકારની એક સમિતિ આ બાબત પર વિચારણા કરી રહી છે કે એવી નીતિ બનાવવામાં આવે જેમાં રિટાયરમેન્ટ બાદ આ કૂતરાઓને મારી નાખવામાં ન આવે.

તમને જણાવી દઈએ કે જેનામાં આ કૂતરાઓને રિટાયરમેન્ટ બાદ મારી નાખવાનું ચરણ અંગ્રેજોના શાસન કાળથી ચાલી આવે છે જે આજે પણ કાયમ છે. કહેવામાં આવે છે કે જ્યારે કોઈ એક ડોગ એક મહિનાથી વધારે સમય સુધી બીમાર રહે છે અથવા તો ફરજ નથી કરી શકતો તો તેને ઝેર આપીને (એનિમલ યુથેનેશિયા) મારી નાંખવામાં આવે છે. આ પહેલા પૂરા સન્માન સાથે તેમની વિદાય કરવામાં આવે છે.

જોકે આ કૂતરાઓને મારી નાખવા પાછળ બે તર્ક બતાવવામાં આવ્યા છે. પહેલો – તેમને સેનાના દરેક લોકેશન અને કંપની પૂરી જાણકારી હોય છે. સાથે-સાથે તે અન્ય ગુપ્ત જાણકારી પણ રાખતા હોય છે. તેવામાં તેને સામાન્ય લોકોને સોંપવામાં આવે તો તે સુરક્ષા માટે એક મોટો ખતરો સાબિત થઈ શકે છે.

બીજો – જો આ કૂતરાઓને એનિમલ વેલફેર સોસાયટી અથવા તો કોઈ વ્યક્તિના હાથમાં સોંપી દેવામાં આવે તો તેઓ કૂતરાને એવી સુવિધાઓ પૂરી નથી પાડી શકતા જેવી તેમને સેનામાં મળી રહી હતી. સેનામાં આ કૂતરાઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here