ભારતનું એક એવું રસોડુ જ્યાં બને છે દરરોજ ૫ લાખ બાળકો માટે રસોઈ

0
2916

ભારતના પછાત વિસ્તારોમાં વસતા લોકોને રોજગારી તેમજ ભોજન ની તકલીફો ખૂબ જ ભોગવવી પડે છે. બે ટંક નું પૂરું જમવાનું પણ નસીબ માં નથી હોતું. તેમાં પણ આવા વિસ્તારો માં બાળકોનું શિક્ષણ એ સૌથી મોટો પડકાર છે. આ પડકાર ને પહોચી વળવા સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી જેથી બાળકોને પૂરું પોષણ અને ભોજન બંને મળી રહે.

સરકારની આ યોજનાને સાથે બીજી એક સંસ્થા પણ છે જે દરરોજના ૫,૦૦,૦૦૦ બાળકોને જમવાનું પૂરું પડે છે. અક્ષય પાત્ર ફાઉંડેશન એક બિન-લાભકારી સંસ્થા છે જે ભારતમાં લાખો અનાદરિત બાળકોને ભોજન પૂરું પડે છે. સરકાર અને સરકાર સહાયિત શાળાઓમાં મધ્યાહન ભોજન કાર્યક્રમ ના અમલીકરણ દ્વારા બાળકોમાં ભૂખમરો અને કુપોષણ એ બે સૌથી અગત્યનાં મુદ્દા છે અને એ મુદ્દાઓને દૂર કરવા આ સંસ્થા પ્રતિબદ્ધ છે. આ સંસ્થા વિશ્વનું સૌથી મોટું એનજીઓ ચલાવે છે જે આટલું મોટું ફૂડિંગ પ્રોગ્રામ હાથ ધરે છે. અક્ષય પાત્ર નું લક્ષ્ય માત્ર ભૂખ સામે લડવાનું જ નહીં પરંતુ બાળકોને શાળામાં પણ લાવવાનું છે.

કર્ણાટકમાં અક્ષય પાત્ર ના પાંચ સ્થળોએ છ રસોડા છે, જે ૨૯૬૮ શાળાઓમાં ૪,૮૬,૧૭૨ બાળકોને ભોજન પૂરું પડે છે. અક્ષય પાત્ર વર્ષ ૨૦૦૦ માં કર્ણાટકમાં બેંગલુરુ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને પાછળ થી હૂબલી, મેંગલુરુ, મૈસૂર અને બલ્લારીમાં પણ વિસ્તરણ કરવામાં આવ્યું.

બેંગલુરુ – એચ.કે. હિલ પર ISO પ્રમાણિત રસોડાની વર્ષ ૨૦૦૦ માં સ્થાપના કરવામાં આવી હતી જે હાલમાં ૬૩૫ શાળાઓમાં ૯૬,૬૩૫ બાળકોને ભોજન પૂરું પડે છે.

હૂબલી  હૂબલી ખાતેનું આ ISO પ્રમાણિત રસોડુ જુલાઇ ૨૦૦૪ માં સ્થપાયું હતું અને હાલમાં ૮૦૭ શાળાઓમાં ૧,૩૬,૧૧૧ બાળકોને ભોજન આપે છે.

મેંગલુરુ  ડિસેમ્બર ૨૦૦૪માં મેંગલુરુ માં અક્ષય પાત્ર દ્વારા આ રસોડુ ચાલુ કરવામાં આવ્યું જે હાલ માં ૧૩૯ શાળાઓમાં ૧૭,૦૨૪ બાળકો સુધી પહોચે છે.

મૈસૂર  ઓગસ્ટ ૨૦૦૪માં મૈસૂરમાં અક્ષય પાત્ર દ્વારા રસોડુ શરૂ કરવામાં આવ્યું જે કુલ ૧૬૪ શાળાઓમાં ૨૩,૪૫૦ બાળકોને ભોજન પીરસે છે.

બલ્લારી  જુલાઇ ૨૦૦૬માં બાલરી ખાતે ISO પ્રમાણિત રસોડાની સ્થાપના કરવામાં આવી. આ ISO પ્રમાણિત રસોડુ હાલમાં ૫૭૭ શાળાઓમાં ૧,૧૧,૩૩૩ બાળકોને ભોજન પૂરું પડે છે.

બેંગલુરુ (વાસંતપુરા)  કર્ણાટકમાં અક્ષય પાત્ર દ્વારા નવો ઉમેરો બેંગલુરુ ના વાસંતપુરામાં જુલાઇ ૨૦૦૭ માં કરાયો હતો. જે ISO પ્રમાણિત રસોડામાં હાલ ૬૪૬ શાળાઓમાં ૧,૦૧,૬૧૯ બાળકો સુધી પહોચે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here