ભારતની ૧૦ અજીબોગરીબ રહસ્યમય જગ્યા જે જાણીને રહી જશો દંગ

0
3229

ભારત સંત-મહાત્માઓની પવિત્ર ભુમિનો દેશ છે એટલે જ ભારતમાં વિદેશીઓ ભારતનાં ગુઢ શાસ્ત્રનાં રહસ્યનો ભેદ પામવાં માટે અહીં પધારે છે. ભારતમાં એવા ઘણા સ્થળો છે જેનું રહસ્ય આજે પણ વણઉકેલાયેલું છે. શું આ રહસ્યોને ઉકેલવાનો કોઈ પ્રયાસ નથી કરી રહ્યું? આમ જુઓ તો ભારતમાં હજારો વણઉકેલાયેલા રહસ્યો રહેલા છે. પણ અહી પ્રસ્તુત છે જે મુખ્ય ૧૦ રહસ્યો.

મધ્યપ્રદેશનાં બુરહાનપુર થી વીશ કિલોમીટર દૂર અસીરગઢ નામનાં કિલ્લામાં અશ્વસ્થામા પૂજા કરવાં આવે છે. કહેવાય છે કે અશ્વસ્થામાને બગડી ગયેલી હાલતમાં ઘણાએ જોયાં હતાં. પૂજા કરતા અગાઉ કિલ્લા સ્થિત તળાવમાં ન્હાય પણ છે. એવું મનાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પિતાની મૃત્યુનો બદલો લેવાં નીકળેલ અશ્વસ્થમાને યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો હતો. જેથી તે પાંચ હજાર વર્ષથી ભટકી રહ્યાં છે.

કેરલનાં શ્રીપદ્મનાભમ મંદિરમાં લાખો ટન સોનું પડેલું છે. જેનાં ૭ પૈકીનાં ૬ ભોંયરામાંથી અંદાજે એક લાખ કરોડનો ખજાનો બહાર કાઢવામાં આવ્યો છે જેની સામે રાજપરિવારે સુપ્રીમ કોર્ટમાંથી મનાઇ હુકમ મેળવેલ છે. મંદિરનાં ખજાના વિશે અનેક તર્કવિતર્કો વહેતાં થયાં છે.

આવું રહસ્ય છે વૃંદાવનનાં એક મંદિરનુ. કહેવાય છે કે એ મંદિરનાં દરવાજા ઓટોમેટિક ખોલ-બંધ થાય છે. એ મંદિરનાં રંગ મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ શયન કરવાં માટે આવતાં હોવાની માન્યતા છે. એ જગ્યાએ આજેય સૂવા માટે પલંગ અને માખણ મીસરીનો પ્રસાદ રાખવામાં આવે છે. સવારે એ સ્થાનમાં પ્રસાદ ગાયબ થઈ ગયેલો માલૂમ પડે છે અને રાતે ત્યાં કોઈ સૂતું હોય એવી નિશાની જણાય છે. અંધારું થતાં મંદિરનાં દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે.

દ્વારીકા : ગુજરાતનાં દરીયા કિનારે આવેલી આ નગરી પણ રહસ્યોથી ભરપૂર છે. ૨૦૦૫ દરમિયાન રહસ્યનો ભેદ ઉકેલવા માટે ભારતીય નૌકાદળની મદદથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બસ્સોથી વધું નમૂનાઓ એકઠાં કરાયાં હતાં પરંતુ આ નગરી અસલી દ્વારિકા છે કે નહીં તે જાણી શકાયું નથી.

કૈલાશ પર્વત : જે Axis mundi તરીકે ઓળખાય છે. જેનો અર્થ થાય છે, દુનિયાની નાભી. જે આકાશ અને પૃથ્વી વચ્ચેનું એક બિંદુ માનવામાં આવે છે જ્યાં દસ દિશા ભેગી થાય છે. વિદેશી વૈજ્ઞાનિકો ત્યાં સુધી કહે છે કે, આ જગ્યાએ અલૌકિક શક્તિનો પ્રવાહ વહે છે. આ પર્વતનું ચઢાણ આકરું છે પણ ૧૧મી સદીમાં તિબેટનાં યોગી મિલારેપા કૈલાશ ઉપર ગયાં હતાં. કૈલાશ પર્વત પાસે એક સ્વસ્તિક ચિન્હ જોવાં મળે છે. આની મૂલાકાતે ગયેલ રશિયાના વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહેલું કે આ પર્વતમાં વસતાં તપસ્વીઓ અને આધ્યાત્મિક ગુરુઓ ટેલિપથી સંપર્ક ધરાવે છે. આ પર્વત વિશે પણ અનેક દંતકથાઓ જોડાયેલી છે.

સોનુભંડાર ગુફા : બિહાર સ્થિત રાજગીરની આ ગુફામાં મૌર્યશાસક બિંબિસારનો મનાતો કિંમતી ખજાનો છૂપાયો હોવાનું કહેવાય છે. જેનો ભેદ આજ સુધી પામી શકાયો નથી. જોકે તે પૂર્વ મગધ સમ્રાટ જરાસંઘનો હોવાની એક માન્યતા છે.

અલૈયાભૂત લાઇટ : પશ્ચિમ બંગાળના પાણીથી ભરાયેલ અમૂક વિસ્તારોમાં ઘણીવાર રહસ્યમય પ્રકાશ જોવાં મળે છે. સ્થાનિકો કહે છે કે તે માછલી પકડતાં મૃત્યુ પામેલ માછીમારોનાં આત્મા છે કે જે કોઇ કારણોસર માછલી પકડતી સમયે માર્યાં ગયાં હતાં. જે માછીમારોને એ પ્રકાશ જોવાં મળે છે તે કાં તો રસ્તો ભૂલી જાય છે અથવાં તો મૃત્યુ પામે છે. આવી ઘટનાઓ અવારનવાર અહીં બનતી રહે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ ક્ષેત્રમાં જે મીથેન ગેસ બને છે તે બીજા તત્ત્વોનાં સંપર્કમાં આવવાથી પ્રકાશરૂપે ચમકે છે.

રૂપકુંડ નદી : હિમાલય સ્થિત આ સ્થળે માનવકંકાલ મળી આવેલ જેનો ભેદ ઉકેલવા માટે વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. ખોદકામ દરમિયાન બાવીશ ફુટનાં નરકંકાલ હાથ લાગ્યા હતા. જેનું રહસ્ય વણઉકેલાયું છે. આ કંકાલ ઘટોત્કચ સમયનાં વિવરણ સાથે મળતું આવે છે. આ રહસ્ય સાથે અનેક દંતકથા સંકળાયેલ છે.

જતીંગા ગાંવ : આસામનાં જતીંગા ગામ પાસે પક્ષીઓ આત્મહત્યા કરવાં આવતાં હોઇ આ ગામ ચર્ચાનાં એરણે ચડ્યું છે. એનો ભેદ વણઉકેલ્યો છે.

અનેક પ્રાચીન ગુફા : અજંટા – ઇલોરા, એલીફન્ટા, ભીમબેટ વગેરે ભારતની ગુફાઓ પણ રહસ્યોનાં ખજાના સમાવી બેઠી છે. આ તમામ ગુફાઓ વિશે અઢળક માહિતીથી પાનાં ભરાઈ જાય. તેથી એનાં વિશે વધું હવે પછી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here