ભારતના વીર કમાંડર અભિનંદનની લવ સ્ટોરી પણ ઘણી દિલચસ્પ છે, બાળપણની મિત્રને બનાવેલ છે જીવનસાથી

0
1163

ભારતના વિરપુત્ર અભિનંદન પોતાના વતન પરત ફરી ચુક્યા છે. ચહેરા પર એ જ ગર્વ, મૂછો ગર્વ થી ઉંચી અને આંખોમાં દેશ માટે પ્રેમ આ હતા અભિનંદનના ચહેરા પરના ભાવ જ્યારે તેમણે પોતાની જમીન ઉપર પગ મૂક્યા. તેમની પરત ફરવા માટેની ઉત્સુકતા આખા દેશની આંખોમાં દેખાઈ રહી હતી. દરેક વ્યક્તિ તેમને ઘરે લઈ જવા માટે અને તેમનું સ્વાગત કરવા માટે વાઘા બોર્ડર પર પહોંચી ગયા હતા.

આજે અભિનંદન દેશના હીરો બની ગયા છે અને ચારે તરફ તેમની જ વાતો ચાલી રહી છે. તેમની પ્રોફેશનલ લાઈફ અને સ્ટાઈલ તો આપણે સૌ કોઈ લોકો જોઇ ચૂક્યા છીએ પરંતુ શું તમે જાણો છો કે તેમની લવ લાઈફ પણ ઘણી જ રોમાંચક છે. તો તમને બતાવીએ તેમના પરિવાર, પ્રેમ કહાની અને તેમને એ પત્ની વિશે જે બાળપણથી જ તેમની મિત્ર છે.

21 જૂન 1983માં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન નો જન્મ થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીઓથી દેશની સુરક્ષા માટે તત્પર છે. આવામાં દેશની રક્ષા કરવા માટેની પ્રેરણા તેમને વારસાગત જ મળેલ છે. અભિનંદન ના દાદાજી બીજા વિશ્વ યુદ્ધના સમયમાં એરફોર્સમાં ફરજ બજાવતા હતા. તેમના પિતાજી એરમાર્શલ સિંહાકૃતિ વર્ધમાન પાંચ વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા. સાથે જ તેમની પત્ની તન્વી મારવાહ સ્ક્વૉડ્રન પદ ઉપર ફરજ બજાવે છે.

અભિનંદન ના પિતા કોઈ સામાન્ય પાયલોટ નહોતા પરંતુ એવામાં ના એક છે જેમની પાસે ૪૦ પ્રકારના વિમાન અને 4000 કલાકથી પણ વધારે ઉડાન કરવાનો અનુભવ છે. તેઓ કારગિલ યુદ્ધના સમયમાં મીરાં જ સ્ક્વૉડ્રન ના ચીફ ઓફ પ્રેશન ઓફિસર હતા. જ્યારે પાકિસ્તાનમાં કેદી તરીકે અભિનંદનને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની કઈ જગ્યા થી આવે છે તો તેમણે પોતાના ઘરનું સરનામું બતાવવાથી ઈનકાર કરી દીધો અને ફક્ત એટલું જણાવ્યું કે તેઓ સાઉથ તરફથી છે.

અભિનંદન તામિલનાડુના તિરુવન્નમલાઈ જિલ્લામાં રહે છે અને 2004માં ફાઈટર પાયલોટ ના પદ ઉપર વાયુસેનામાં સામેલ થયા હતા. વર્તમાન સમયમાં અભિનંદન મિગ-21 વિમાનોની સ્ક્વૉડ્રન નું નેતૃત્વ કરે છે. તેમના જોશ અને જુસ્સા નું ફક્ત ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન પણ કાયલ થઈ ગયું હતું. મિગ-21 ૬૦ વરસ જુનુ વિમાન છે જેનો ઉપયોગ કરીને અભિનંદન ને નવા F-16 ને નષ્ટ કરી દીધું હતું. તેમના આ જોશ અને જુસ્સાને જોઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ હેરાન થઈ ગયા હતા.

જેટલા સાહસી અને અનુભવી અભિનંદન છે તેટલી જ દોષ અને જુસ્સાથી ભરેલ તેમની પત્ની પણ છે. અભિનંદન ને પોતાને સ્કૂલની મિત્ર તન્વી સાથે લગ્ન કરેલ છે. બંને વચ્ચે નો પ્રેમ પાંચમા ધોરણથી શરૂ થયો હતો. બાળપણથી જ મિત્રતા થઈ અને ક્લાસ વધવાને સાથે સાથે પ્રેમ પણ વધવા લાગ્યો. બંનેએ કોલેજમાં માઇક્રોબાયોલોજીની ડિગ્રી એક સાથે મેળવી અને પછી લગ્ન કરી લીધા હતા. બંનેને બે બાળકો પણ છે. અભિનંદન એ લગ્ન પર પૂછાયેલા સવાલમાં કહ્યું હતું કે તેમના લગ્ન થઈ ચૂક્યા છે.

અભિનંદનનું પાલન પોષણ જોધપુરમાં થયું છે. અભિનંદનના પિતા જોધપુર એરબેસ પર ૮૦ના દાયકામાં સ્ક્વૉડ્રન લીડરના રૂપમાં ફરજ બજાવતા હતા. તેઓ હાલમાં ચેન્નઈમાં રહે છે. અભિનંદનના ઘણા સગથી મિત્રો જોધપુર એરબેસના અલગ અલગ સ્ક્વૉડ્રનમાં ફરજ બજાવે છે. અભિનંદનની માં શોભાજી ડોક્ટર છે. તેમનો આખો પરિવાર દેશની સેવા કરવા માટે તત્પર રહે છે. અભિનંદન પાકિસ્તાનનાં કબજામાં જોવાના સમાચાર આવ્યા તો તેમના પરિવારને થોડી ચિંતા જરૂર થઈ હતી, પરંતુ તેઓને ગર્વ હતો તેમના દિકરા પર અને પોતાના પતિ પર અને હવે અભિનંદન હવે પરિવાર પાસે પરત ફરી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here