ભારતના આ મંદિરમાં સંતાનપ્રાપ્તિની આપવામાં આવે છે ગેરેંટી, નિસંતાન દંપતિઓ દુર દુરથી આવે છે દર્શન માટે

0
2686

સામાન્ય રીતે સ્ત્રીઓ માટે લગ્ન બાદ સંતાન સુખ એ સૌથી મોટું સુખ હોય છે. પરંતુ ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જેમને શરીરમાં રહેલી થોડી તકલીફોને કારણે તેઓને સંતાન સુખ નથી મળી શકતું. જેમાં માટે તેઓ ઘણા ડોક્ટર પાસે ચક્કર લગાવે છે, ઘણા મંદિરોમાં જાય છે અને પૂજાપાઠ કરે છે, પરંતુ દરેક જગ્યાએથી તેમને નિષ્ફળતા જ હાથ લાગે છે.

પરંતુ એક એવું અનોખુ અને ચમત્કારી મંદિર છે જેના વિશે કહેવામા આવે છે કે આ મંદિર સંતાન પ્રાપ્તિની ગેરેંટી આપે છે. તો ચાલો તમને જણાવીએ આ મંદિર વિશે થોડી સહસ્યમયી વાતો. આ ઇન્દુમ્બન ચમત્કારી મંદિર દક્ષિણ ભારતમાં તામિલનાડુંના વિલ્લુપુરમમાં સ્થિત છે. અહિયાં નિસંતાન દંપતિઓ આવે છે અને સંતાન પ્રાપ્તિ માટેના આશીર્વાદ મેળવે છે.

જે લોકો અહિયાં આવે છે તેઓ પોતાની સાથે એક ફળ લઈને આવે છે. આ ફળને મંદિરમાં ભગવાનને પ્રસાદના રૂપમાં ચડાવવામાં આવે છે અને તેને બદલામાં તેઓને પ્રસાદ આપવામાં આવે છે. જેને ખાધા બાદ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ સિવાય મંદિરના પૂજારીનું કહેવું છે કે જો સાચા મનથી આ મંદિરમાં પોતાની ઈચ્છા રાખવામા આવે તો અલગ થયેલા લોકો પણ મળી જાય છે.

લીંબુ આ મંદિરનો વિશેષ પ્રસાદ છે, આ પાછળની શું કહાની છે એ કોઈ નથી જાણતું. પરંતુ લોકોનું કહેવું છે કે લીંબુ એક રસદાર અને જલ્દી ખરાબ ન થતું ફળ છે એટલા માટે લોકો તેને મંદિરમાં પ્રસાદના સ્વરૂપમાં ચડાવે છે, જે બાદમાં પ્રસાદના રૂપમાં જ ત્યાં આવેલા ભક્તોને વિતરણ કરી દેવામાં આવે છે. જેને ખાઈને તેમની મનની ઈચ્છા પૂર્ણ થાય છે.

આ મંદિરમાં એક મેળાનું પણ આયોજન થાય છે જે નવ દિવસ સુધી ચાલે છે. સાથે જ લીંબુની નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. બાદ માં આ લીંબુઓની બોલી લગાવવામાં આવે છે. જે લોકોને સંતાન પ્રાપ્તિ માટેની ઈચ્છા હોય છે તે લોકો આ લીંબુ માટે બોલી લગાવે છે. આ લીંબુઓ વિશે કહેવામા આવે છે કે જે પણ આ લીંબુનું સેવન કરે  છે તેમના જીવનમાં બાળકોની કિલકારીઓ જરૂર ગુંજી ઊઠે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here