ભારતના આ મંદિરમાં હનુમાનજી સ્ત્રી સ્વરૂપમાં છે બિરાજમાન, જાણો તેનું કારણ

0
898

તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી પુરુષ નહીં પરંતુ સ્ત્રી વેશમાં નજર આવે છે. આ પ્રાચીન મંદિર બિલાસપુર ની નજીક આવેલ છે. હનુમાનજીની અહીના સ્ત્રીવેશમાં આવવાની કથા સો કે બસ્સો વર્ષ નહીં પરંતુ દસ હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. બિલાસપુર થી ૨૫ કિલોમીટર દૂર એક સ્થાન છે રતનપુર.

આ સ્થળને મહામાયા નગરી પણ કહેવામાં આવે છે. આ દેવસ્થાન પુરા ભારતમાં સૌથી અલગ છે. અને તેનું મુખ્ય કારણ મહામાયા દેવિ અને ગિરિજાબંધમાં સ્થિત હનુમાનજીના મંદિર છે. ખાસ વાત એ છે કે આખા વિશ્વમાં આ એકમાત્ર હનુમાનજીનુ એવું મંદિર છે જ્યાં હનુમાનજી નારી સ્વરૂપમાં બિરાજમાન છે. અહીંયા હનુમાનજીના દરબારમાંથી કોઇ ખાલી હાથે પરત નથી જતું ભક્તોની મનોકામના અવશ્ય પૂરી થાય છે.

પૌરાણિક કથા અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવતા આ દેવસ્થાન વિશે એવી માન્યતા છે કે લગભગ 10 હજાર વર્ષ પહેલા રતનપુર ના રાજા પૃથ્વી દેવજી કોઢના રોગથી પીડાઇ રહ્યા હતા. તેઓએ ઘણા ઇલાજ કરાવ્યા પરંતુ કોઇ દવા કામ આવી રહી નહોતી. તેઓ વિચારી રહ્યા હતા કે આ શોધને લીધે હું કોઈને સ્પર્શ કરી શકતો નથી અને કોઇની સાથે જ પણ શકતો નથી આવા જીવન કરતાં મરી જવું સારું છે આવો વિચાર કરતા કરતા રાજાને ઊંઘ આવી ગઈ.

રાજાએ સપનામાં જોયું કે સંકટ મોચન હનુમાનજી તેમની સામે હતા અને તેમનો એક દેવી જેવો હતો પરંતુ તેઓ દેવી ન હતા, તેઓનું રૂપ એક વાનર જેવું હતું પરંતુ તેમણે પુછડી નહોતી, એક હાથમાં લાડુ થી ભરેલી થાળી હતી અને બીજા હાથમાં રામ મુદ્રા અંકિત કરેલ હતી. હનુમાનજી રાજાને કહ્યું કે હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું અને તારા કષ્ટ અવશ્ય દૂર કરીશ. તું અહીંયા એક મંદિરનું નિર્માણ કર અને તેમાં મારી પ્રતિષ્ઠા કર. મંદિરની પાછળ એક તળાવ છે એ તળાવમાં સ્નાન કરીને મારી વિધિવત પૂજા કરીને મૂર્તિનું સ્થાપન કર. આવું કરવાથી તારા શરીરમાં રહેલ કોઢનો નાશ થઈ જશે.

રાજાએ હનુમાનજીની આજ્ઞા નું પાલન કરીને ગિરિજાબંધ માં મંદિર બનાવ્યું. જ્યારે મંદિરનું કામ પૂરું થયું ત્યારે રાજાને વિચાર આવ્યો કે હવે મૂર્તિ ક્યાંથી લાવવી? એક રાત ફરી હનુમાનજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે માં મહામાયાના કુંડમાં મારી મૂર્તિ રાખવામાં આવેલ છે એ મૂર્તિને અહીના લાવીને મંદિરમાં સ્થાપિત કરો. હનુમાનજીની આજ્ઞા નું પાલન કરીને રાજાએ વિધિવિધાનપૂર્વક મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરી. તથા હનુમાનજીને પ્રાર્થના કરી કે જે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે તેમના બધા જ કામો ને સફળ બનાવજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here