દેશમાં સૌથી સસ્તા મોબાઇલ બાદ હવે સૌથી સસ્તું સ્માર્ટ ટીવી પણ લોંચ થઈ ગયું છે. દિલ્હીની ઈલેક્ટ્રોનિક કંપની Detel એ બુધવારે માર્કેટમાં પોતાનું પહેલું સ્માર્ટ ટીવી લોંચ કર્યું હતું. Detel આ સ્માર્ટ ટીવીને દિલ્હીમાં આયોજિત એક ઈવેન્ટમાં લોંચ કર્યું હતું. કંપનીએ આ ટીવીને “Indian Ka TV” ટેગ સાથે રજૂ કર્યું હતું. બજેટ સ્માર્ટફોન બાદ હવે Detel બજેટ સ્માર્ટ ટીવી પણ લોંચ કરવાવાળી બ્રાન્ડ બની ગઈ છે. કંપનીએ આ સ્માર્ટ ટીવીને લોંચ કરતાં સમયે કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી સસ્તું સ્માર્ટ ટીવી છે.
Detel કંપનીએ ભારતના દરેક ઘરમાં ટીવી પહોચડવાનો નિર્ણય કર્યો છે, દેશના અત્યારે ઘણા ઘરોમાં ટીવી નથી. આ કંપની દરેક ઘરોમાં ટીવી પહોચડવા માંગે છે. Detel કંપની એ પોતાનું સૌથી સસ્તું ટીવી ફક્ત ૩,૯૯૯ માં લોંચ કર્યું છે. આ સિવાય પણ વધારે કિંમતના ટીવી લોંચ કરતાં છે પરંતુ તે બધા પણ ઓછી કિંમંતના જ છે.
Detel કંપનીએ સ્માર્ટ ટીવીમાં બે મોડેલ લોંચ કર્યા છે. ૯,૯૯૯ અને ૧૩,૯૯૯ રૂપિયામાં આ બે વેરિએંટ લોંચ કર્યા છે. આટલી ઓછી કિંમતમાં ટીવી લોંચ કરતાં હવે બજારમાં પણ હરીફાઈનો માહોલ જામવાની શક્યતાઓ રહેલી છે અને બીજી કંપનીઑ પણ ગ્રાહકોને આકર્ષવા માટે સસ્તા ટીવી બજારમાં મૂકી શકે છે.
કંપની એ દાવો કર્યો છે કે આ ટીવી અત્યારે દેશનું સૌથી સસ્તું ટીવી છે. અત્યારે ટીવી ખરીદવા માટે તમારે કંપનીની વેબસાઇટ પરથી ઓનલાઇન ખરીદવું પડશે. કંપની થોડા સમય બાદ તેને ઓનલાઇન માર્કેટિંગ કંપનીઑ ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ પર વેચવા મૂકી શકે છે.
Detel એક પ્રખ્યાત મોબાઇલ ઉત્પાદક કંપની છે અને તેણે ઘણા સસ્તા મોબાઇલ ફોન પણ બજારમાં મૂક્યા છે. મોબાઇલની સાથો સાથ હવે સસ્તું ટીવી પણ લોંચ કરીને કંપનીએ પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવી દીધું છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !