ભારતમાં આવેલ આ મંદિરની રક્ષા કરે છે શાકાહારી મગરમચ્છ, હાથ થી ખાય છે ખાવાનું

0
1206

ભારતમાં ઘણા એવા સ્થાનો છે જયાની માન્યતાઓ વિશે સ્થાનીય લોકો સિવાય અન્ય કોઈ લોકો ના જાણતા હોય. આ માન્યતાઓ પાછળ ઘણા બધા તથ્યો હોય છે. ઘણી માન્યતાઓ એટલી બધી દિલચસ્પ હોય છે કે જેના વિશે તમને જાણવા માંગશો તથા આ માન્યતાઓ વિશે જાણીને તમને આશ્ચર્ય પણ થશે. એવી જ એક માન્યતા વિશે અમે તમને જણાવીશું.

કેરળના અનંતપુર મંદિર જે કાસરગોડ સ્થિત છે, આ કેરળનું એકમાત્ર તળાવ મંદિર છે. આ મંદિરમાં એવી માન્યતા છે કે અહિયાની રખેવાળી એક મગર કરે છે. “બબીઆ” નામથી પ્રખ્યાત આ મગરમચ્છ વિશે એવી માન્યતા છે કે આ તળાવમાં એક મગરમચ્છનું મૃત્યુ થાય છે તો રહસ્યમય રીતે બીજો મગરમચ્છ પ્રકટ થઈ જાય છે.  બે એકર ફેલાયેલા આ તળાવની વચોવચ આવેલું આ મંદિર ભગવાન વિષ્ણુનું છે. માન્યતા એવી પણ છે કે મંદિરના તળાવમાં આવેલ આ મગરમચ્છ સપૂર્ણ શાકાહારી છે અને પૂજારી તેના મોઢામાં પ્રસાદ નાંખીને તેનું પેટ ભરે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે અહિયાં ગમે તેટલો વરસાદ વધારે કે ઓછો હોય પરતું આ તળાવનું પાણી ક્યારેય પણ વધારે કે ઓછું નથી થતું અને હંમેશ એકસરખું જ રહે છે. આ મગરમચ્છ અનંતપુર મંદિરના તળાવમાં લગભગ ૬૦ વર્ષોથી રહે છે. ભગવાનની પૂજા બાદ ભક્તો દ્વારા ચડાવવામાં આવેલો પ્રસાદ આ મગરમચ્છને ખવડાવવામાં આવે છે. પ્રસાદ ખવડાવવાની અનુમતિ ફક્ત મંદિરના પ્રબંધને જ છે. મગરમચ્છ સંપૂર્ણ રીતે શાકાહારી છે અને પ્રસાદ તેના મોઢામાં નાખીને ખવડાવવામાં આવે છે. સ્થાનીય લોકો કહે છે આ મગરમચ્છ તળાવના અન્ય જીવોને કોઈ નુકશાન નથી પહોચાડતો.

કહેવામા આવે છે કે ૧૯૪૫માં એક અંગ્રેજ સિપાહી દ્વારા તળાવમાં મગરમચ્છને ગોળી મારીને મારી નાંખવામાં આવેલ હતો અને અવિશ્વનીય રીતે બીજા દિવસે આ મગરમચ્છ તળાવમાં તરતો મળ્યો હતો. થોડા દિવસો બાદ એ સિપાહીનું સાંપના ડંખ મારવાથી મૃત્યુ થયું હતું. આવું માનવમાં આવે છે કે જો તમે ભાગ્યશાળી છો તો તમને આ મગરમચ્છના દર્શન થઈ જાય છે. મંદિરના ટ્રસ્ટી કહે છે કે, “અમારો દ્રઢ વિશ્વાસ છે કે આ મગરમચ્છ ઈશ્વરનો દુત છે અને જ્યારે પણ મંદિરના પ્રાંગણમાં અને તેની આસપાસ કોઈ અનુચિત થવાનું હોય ત્યારે આ મગરમચ્છ અમને સૂચિત કરી દે છે.”

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here