“ભલાઈની દિવાલ” તમારી પાસે જે વધારાનું છે તે અહી મુકી જાઓ, જેને જરૂરિયાત છે તે લઈ જાય

0
1110

આપણી આ દુનિયામાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાવાળા આગળ આવતા ઘણા વ્યક્તિઓ છે. આના ઘણા ઉદાહરણો આપણાં સમાજમાં આપણને અવારનવાર મળતા રહે છે. ઉદાહરણ સ્વરૂપે રાજસ્થાન, ગુજરાતમાં ભરુચ, સુરત અને ઉપલેટામાં બનાવવામાં આવેલ “ભલાઈની દિવાલ.” આ દિવાલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.

તમને વિચાર આવશે કે વળી આ ભલાઈની દિવાલ શું છે? તો તમને જણાવી દઈએ કે ભલાઈની દિવાલ એટલે કે જે વ્યક્તિ પાસે કોઈ વસ્તુ વધારાની હોય અને તેના માટે કઈ ઉપયોગની ના હોય તે વસ્તુ અહિયાં દિવાલ પાસે મૂકી જાય છે અને ગરીબ વ્યક્તિને જે કઈ પણ વસ્તુ પોતાની જરૂરિયાતની હોય તે અહીથી લઈ જાય છે. મતલબ કે જેની પાસે વધારે છે તે મૂકી જાય અને જેની પાસે ઓછું છે એ લઈ જાય. છે ને એકદમ નવો વિચાર?

એક સમૃધ્ધ વેપારીના જણાવ્યા અનુસાર, તેમની પત્નીને હંમેશા સલાહ આપતા કે જે વસ્તુની જરૂરિયાત નથી તેની ખરીદી ના કરે. પરંતુ તેમના પત્ની ક્યારેક ઓનલાઇન તો ક્યારેક સ્થાનીય દુકાનોમાંથી કપડાઓ અને ઘરનો સમાન ખરીદતા હતા. આવામાં આ સમાન મહિનાઓ સુધી કોઈપણ ઉપયોગ વગર પડ્યો રહેતો અને બેકાર થઈ જતો હતો. આવો ઘણો સમાન ઘરમાં પડેલો હતો જે કોઈ ઉપયોગમાં નહોતો આવતો. પરંતુ ભલાઈની આ દિવાલ શરૂ થતાં તેમની પરેશાની દૂર થઈ ગઈ. પત્ની સાથે બે બેગ ભરીને કપડાં લાવ્યા અને ભલાઈની દિવાલ પર ભેટ કરી આવ્યા.

જરૂરિયાતમંદોને સહાય આપવાના ઉદેશ્યથી અહિયાં દિવસે ને દિવસે સંખ્યા વધી રહી છે. લોકો જરૂરિયાતમંદોની સહાય માટે અહિયાં કઈક ને કઈક આપી જાય છે. આમાં ઘણી તો એવી પણ વસ્તુઓ હોય છે જે નવી હોય છે પરંતુ વ્યક્તિના ઉપયોગની ના હોય તો એવી વસ્તુઓ અહી જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે મૂકી જાય છે.

આ ભલાઈની દિવાલ પર લોકો રજાઈ, ગાદલાં, ગોદડા, બાળકોની સાઇકલ, ચંપલ, વાસણ આવી ઘણી બધી વસ્તુઓ મૂકી જાય છે. સમાજમાં ઘણા લોકો એવા છે જે જરૂરિયતમંદ લોકોને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. આવા લોકોના લીધે જ આ ભલાઈની દિવાલ જેવા કામો સારી રીતે પાર પડી શકે છે. આવા સામાજિક કર્યો દર્શાવે છે કે સમાજમાં હજુ માનવતા જીવે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here