ભલાઈ કરનાર સાથે પણ ખરાબ કેમ થાય છે? વાંચો એટલે જવાબ મળી જશે

0
4659

ઘણીવાર જીવનમાં એવો સમય પણ આવે છે કે આપણે સમજી નથી શકતા. આપણું વધારે પડતું સારું હોવું ખરાબ છે કે વધારે પડતું ખરાબ હોવું સારું છે. ઘણું સારું કરીને જોઈ લીધું પણ બદલામાં ખરાબ વ્યવહાર જ મળે છે. આપણે કંઈક સારું કરવા જઈએ તો તે કામમાં પણ ઘણા બધા અડચણરૂપ બને છે. અને તે કામમાં પણ ખામીઓ શોધે છે.

સમજાતું નથી કે કેવી રીતે જિંદગી પસાર કરાય આ જમાના પ્રમાણે સારુ બનીને પણ જોઈ લીધું. ઘણીવાર સમજમાં નથી આવતું કે શું કરવું જોઈએ કયા રસ્તા ઉપર જવું જોઈએ.

એક વખત નદીકિનારે એક ગુરુજી ને તેના શિષ્ય પૂછ્યું કે ગુરુજી તમે અમને આટલી સારી શિક્ષા આપો છો પણ જેવી આજની દુનિયા છે તેમાં કઈ રીતે જીવવું જોઈએ જો આપણે વધારે પડતાં સારા બનીને રહીએ છીએ તો ઘણા આપણો ફાયદો ઉઠાવે છે. આજકાલ સારું કામ કરવા વાળાને પણ નિંદા થાય છે.

કેવી રીતે જીવવું જોઈએ આજના સમાજમાં? તો ગુરુજીએ કહ્યું કે હું તને બોલીને સમજાવું કે કરીને સમજાવું ? શિષ્ય કહ્યું કે બોલીને તો તમે હંમેશા સમજાવો છો આજે કરીને સમજાવો. ગુરુજી પાસે એક સરખી ત્રણ લાકડી હતી. તેમણે શિષ્યને કહ્યું આ લાકડી ઉપર લોટ ચોંટાડીને તે લાકડી નદીમાં નાખી અને માછલી પકડવાનો પ્રયત્ન કર. જેવી તેણે નદીમાં તે લાકડી નાખી એવી તરત જ એક માછલી તેમાં આવીને ફસાઈ ગઈ તો ઘણું જે કહ્યું કે તુ બળપૂર્વક તેને બહાર નીકાળ. શિષ્ય તેની પૂરી તાકાત લગાવી દીધી અને તેની વધારે પડતી તાકાતના લીધે લાકડી જ તૂટી ગઈ.

પછી ગુરુજીએ તેને બીજી લાકડી આપી અને કહ્યું કે આ વખતે તો થોડુંક ઓછા બળનો ઉપયોગ કરજે. શિષય ગુરુજીના કહ્યા પ્રમાણે જ કર્યું નદીમાં લાકડી નાંખી અને માછલી તે લાકડી માં ફસાઈ ગઈ શિષ્ય એ જરા પણ બળ ના કર્યું તો તે માછલી લાકડી જ નદીમાં લઈ ગઈ. પછી ગુરુજીએ કહ્યું કે હું તને ત્રીજી લાકડી આપુ છુ હવે તું વધારે તાકાત ના લગાવો તો કે ઓછી તાકાત પણ ના લગાવતો. જેકી તાકાત માછલી કરે એ જ તાકાત તુ કરજે. અને આ વખતે શિષ્ય એવું જ કહ્યું જેટલી તાકાત માછલી કરી તેટલી જ તાકાત અને માછલી આસાનીથી પકડમાં આવી ગઈ. ગુરુજીએ કહ્યું કે તને કંઇ સમજમાં આવ્યું?

તેણે કહ્યું ગુરુદેવ મને તો કઈ સમજણ ના પડી. તો ગુરુજીએ કહ્યું કે આ દુનિયા પણ એવી જ છે જો તું જરાય શક્તિ નહીં લગાવે તો દુનિયા તને કમજોર અને કાયર સમજી લેશે. અને જો તો વધારે શક્તિ લગાવીશ તો દુનિયા તારા વિશે ખરાબ વાતો કરવા લાગશે કે તુ સારો માણસ નથી. પણ જો તું તારી રક્ષા માટે અને સમાજમાં સારા કાર્યો કરવા માટે જે તારો વિરોધ કરે છે તેવા માણસો ઉપર તું બરાબર ની શક્તિ લગાવીશ ત્યારે તું તારા કાર્યને કરી શકીશ. જો તું આમ જ ચૂપ થઈને બેસી રહીશ તો તું કોઈ કાર્ય નહીં કરી શકે.

ઘણા માણસો કહે છે કે પરમાત્મા ઉપર વિશ્વાસ કરવો તેનો શું મતલબ ? આપણી આ જ  ખામી છે આપણે કોઈ પણ વાતને સમજી નથી શકતા. અને એટલા માટે આપણને તેનુ પરિણામ નથી મળતું. પરમાત્મા ઉપર વિશ્વાસ કરવો તેનું કારણ એ છે કે આપણે જે કંઈ પણ કાર્ય કરીએ તેની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કે હું આમાં સફળ થઈશ અને પરમાત્માની કૃપા મારી ઉપર જરૂર થશે કેમકે હું ભલાઈનું કામ કરું છું. ભલાઈનું કામ કરવું તે દૈવીય અને ભગવદીય કાર્ય છે અને આવા કાર્યમાં ભગવાનની કૃપા જરૂર હોય છે.

એટલા માટે સારું કાર્ય કરતી વખતે મનમાં વિશ્વાસ જરૂર રાખો કે ભલે રસ્તામાં મુશ્કેલી આવે પણ આ કાર્યની પરમાત્મા જરૂર સફળ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here