ભક્તએ ખોલી રાધે માં ની પોલ, કહ્યું કે આવા આવા શબ્દો બોલીને કરતી હતી ઉતેજીત, કહેતી હતી કે જન્નત બતાવીશ

0
3167

દેશની સૌથી વિવાદિત મહિલા સંત રાધે માં હંમેશા કોઈને કોઈને વિવાદમાં રહેતી હોય છે. હાલમાં જ તેમના પર વિહિપના પૂર્વ સદસ્યને ધમકી દેવા અને શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. હકીકત માં ૨૦૧૫માં વિશ્વ હિન્દુ પરિષદ ના પૂર્વ સદસ્ય સુરેન્દ્ર મિત્તલે પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં રાધે માં  વિરુધ્ધ એક યાચિકા દાખલ કરી છે.

આ મામલને આગળ વધારતા સુરેન્દ્ર મિત્તલ દ્વારા રજૂ કરવામાં આવેલ રેકોર્ડિંગ ના વોઇસ સેમ્પલની તપાસ કરવામાં આવેલ જેમાં સેમ્પલ મેચ થઈ ગયા હતા. આ મામલમાં કોર્ટ દ્વારા ગઠિત SIT ને એક મહિનામાં તપાસ પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હકીકતમાં ફગવાડા નિવાસી સુરેન્દ્ર મિત્તલનો આરોપ છે કે તેમણે રાધે માં વારંવાર “આઇ લવ યુ” કહીને ઉતેજીત કરવાની કોશિશ કરતી હતી, ફક્ત એટલુ જ નહીં પતંતુ તેમના પર શારીરિક સંબંધ બનાવવા માટે પણ દબાણ કરતી હતી, સાથે જ તે જન્નત દેખાડવાની પણ વાત કરતી હતી.

હાલમાં હાઇકોર્ટ દ્વારા બનાવવામાં આવેલ ટીમ તેની તપાસ કરી રહેલ છે અને આ બાબત પર એક રિપોર્ટ પણ બે મહિનાની અંદર રજૂ કરશે. આ કારણને લીધે રાધે માં ની મુશ્કેલીઓમાં હવે વધારો થવાની શક્યતાઓ છે. જે લોકોને રાધે માં ના વિષયમાં વધારે જાણકારી નથી તેમણે જણાવી દઈએ કે રાધે માંની સફર કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.

રાધે માં નું સાચું નામ સુખવિન્દર કૌર છે. તે જ્યારે ૨૧ વર્ષની હતી ત્યારે મહંત રામાધીન પરમહંસના શરણમાં ચાલી ગઈ હતી. ૬ મહિના અહી તેમની પાસે દિક્ષા લીધા બાદ તેમને પરમહંસ દ્વારા રાધે માં નામ આપવામાં આવ્યું. આ નામથી તેઓ પંજાબ-હરિયાણામાં પોતાની ચોકીએ લગાવવા લાગી અને તેમના ભક્તોની સંખ્યા વધવા લાગી.

ત્યારબાદ ૧૪ વર્ષ પછી તે મુંબઈ આવી ગઈ અને ત્યાં તેની મુલાકાત એક મશહૂર કરોડપતિ બિજનેસમેન એમ.એમ. ગુપ્તા સાથે થઈ. તે રાધે માં ને મળ્યા બાદ તેમના ભક્ત બની ગયા અને રાધે માને પોતાના બંગલે લઈ ગયા. તે બંગલાના ઉપરના બે માળ તેમણે રાધે માં ને રહેવા માટે આપી દીધા. અહી રાધે માંએ આ બિજનેસમેનના પૈસાથી પોતાની ચમત્કારી શક્તિઓનો જોરશોરથી પ્રચાર કરવા લાગી અને દેશમાં છવાઈ ગઈ.

રાધે માં પોતાની લોકપ્રિયતા હજુ પણ વધારે વધારવા માંગતી હતી એટલા માટે તેણે એક નવો ખેલ શરૂ કર્યો. તે પોતાની ચોકી પર ફીલ્મોના મોટા મોટા કલાકારોને પૈસા આપીને બોલાવવા લાગી. જેના લીધે લોકોને એવું લાગતું કે આ મોટા કલાકારો રાધે માંના ભક્તો છે અને તેમના દર્શન માટે આવે છે. જેના લીધે રાધે માની ઇમેજ વધારે મોટી થવા લાગી અને ભક્તોની સંખ્યા વધવા લાગી.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ પહેલા પણ રાધે માં પર ઘણા આરોપો લાગી ચૂક્યા છે. મનમોહન ગુપ્તા નામના એક શખ્સે આરોપ લગાવ્યો હતો કે રાધે માં પોતાના ભક્તો સાથે બંધ રૂમમાં અશ્લીલ નૃત્ય કરતી હતી અને જેને તે લીલા કહેતી હતી. સાથો સાથ આ સમયે તે ભક્તોના જાત જાતના વિડિયો પણ બનાવી લેતી હતી અને પછી તેમણે બ્લેકમેઇલ કરતી હતી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here