ભગવાન શ્રીરામે જણાવ્યુ છે કે, જે વ્યક્તિ કરે છે આ કામ, તેનો જલ્દી થાય છે વિનાશ

0
652

સ્ત્રીને દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ કરે તો તેને તેના જીવનમાં કોઈ દિવસ સફળતા પ્રાપ્ત નથી થતી. રામાયણમાં ભગવાન શ્રી રામે પણ કહ્યું કે કોઈ પણ પુરુષ એ બીજાની છોકરી કે બહેન ઉપર ખરાબ દ્રષ્ટિ ના રાખવી જોઈએ.

જે વ્યક્તિ બીજી સ્ત્રી ઉપર ખરાબ નજર રાખે છે તેનો અંત જલ્દી થઈ જાય છે. આ વિશે રામાયણ નો એક પ્રસંગ પણ છે.

જ્યારે ભગવાન રામે સુગ્રીવના ભાઈ બાલીનો વધ કર્યો ત્યારે તેના મૃત્યુના પહેલા શ્રીરામની પૂછ્યું કે હું બહુ શક્તિશાળી છું અને મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યુ, તો તમે મને શું કામ માર્યો. ભગવાન શ્રી રામે કહ્યું કે તે એક કાર્ય કર્યું છે અને તે તારી મૃત્યુનું કારણ બન્યું છે. અને તે કાર્ય હતો તારા ભાઈ ની પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી.

શ્રી રામે કહ્યું કે જે નાના ભાઈની પત્ની, બહેન કે છોકરી ઉપર કે બીજી કોઈ સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ થી જુએ છે તે સૌથી મોટું પાપ છે. અને આવો વ્યક્તિ ક્ષમાને યોગ્ય નથી અને જલ્દી તેનો વિનાશ થઈ જાય છે. આ પ્રસંગને લઇને રામાયણમાં જે ચોપાઈ આપવામાં આવી છે.

अनुज बधू भगिनी सुत नारी। 

सुनु सठ कन्या सम ए चारी॥ 

इन्हहि कुदृष्टि बिलोकइ जोई। 

ताहि बधें कछु पाप न होई॥

અર્થ : નાના ભાઈ ની પત્ની, બહેન, છોકરી, પુત્રની પત્ની તે બધા દિકરી સમાન હોય છે. અને જે કોઈ પણ તેની ઉપર ખરાબ નજર કરે છે તો તેવા માણસોને મારવા ખોટું કામ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here