ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિનાં દિવસે આવી રીતે કરો પુજા

0
360

મહા શિવરાત્રિનો તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને પવિત્ર નદીમાં સ્નાન પણ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અને તેમનું વ્રત કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તે દિવસે છો કુવારા લોકો શિવજીની પૂજા કરે છે તો તેમનું લગ્ન જલદી થઈ જાય છે. તેથી તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા-અર્ચના કરવી અને મહા શિવરાત્રી નો ઉત્સવ ઊજવવો. વર્ષ ૨૦૨૦ માં આ ઉત્સવ ક્યારે આવી રહ્યો છે, મહા શિવરાત્રી પૂજા વિધિ શું છે અને તે દિવસે વ્રત કઈ રીતે કરવો તેની જાણકારી તમને આજે આપીશું.

કેમ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી

મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવા સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ભાગવત પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે વાસુકી નાગના મોઢા માંથી ભયંકર ઝેર નીકળ્યું હતું. જે દેવતાઓની પાસે આવી ગયું હતું. આ વિષની એક બુંદ પણ પીવાથી કોઈ પણ મરી શકે તેમ હતું. આ વિષ મળવાને આ કારણે બધા દેવતાઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ દરેક દેવતાઓએ શિવજી ભગવાન પાસે ગયા અને તેમને શિવને તેના વિશે જણાવ્યું. શિવજીએ દેવતાઓને મદદ કરવા માટે તે ઝેર પી ગયા અને તેને પોતાના કંઠમાં ધારણ કરી લીધું. ત્યારથી ભગવાન શિવનું નામ નીલકંઠ પડી ગયું અને મહાશિવરાત્રી ઉજવવા લાગ્યા.

મહાશિવરાત્રી ૨૦૨૦

વર્ષ ૨૦૨૦ માં મહાશિવરાત્રી નો ઉત્સવ ૨૧ ફેબ્રુઆરી શુક્રવારના દિવસે આવી રહ્યો છે. ચતુર્દશી તિથિ ૧૭:૨૦ વાગ્યાથી ચાલુ થઇ જશે જે ૧૯:૦૨, ૨૨ ફેબ્રુઆરી સુધી રહેશે. તેની મહાશિવરાત્રી ની પૂજા વિધિ શું છે તે આ પ્રકારે છે.

મહાશિવરાત્રિની પૂજા વિધિ

 • મહાશિવરાત્રિની પૂજા વિધિ ખૂબ જ સરળ છે અને આ પૂજા તમે ઘરમાં પણ કરી શકો છો. આ દિવસે તમે સવારે ઉઠી સૌથી પહેલા સ્નાન કરી લેવું અને ત્યારબાદ પૂજા ઘરને સારી રીતે સાફ કરી લેવું.
 • પૂજા ઘર ની સફાઈ કર્યા બાદ મંદિરમાં રાખેલા ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું.
 • ત્યારબાદ એક આસન પર બેસવું અને પૂજાની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવો ત્યારબાદ પૂજા કરવાનો સંકલ્પ લેવો.
 • ભગવાન ગણેશનું નામ લઈને પૂજાની શરૂઆત કરવી.

 • ભગવાન શિવની પૂજા કરવાના હેતુ સૌથી પહેલા તેમની પ્રતિમા ને એક થાળીમાં રાખી દેવી અને ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવો.
 • ગંગાજળથી સ્નાન કર્યા પછી શિવ પર વસ્ત્ર, નાડાછડી, ફુલ, અત્તર અને બીલીના પત્ર ચડાવવા.
 • ભગવાન શિવની મીઠી ચીજોનું ભોગ લગાવવો અને મૂર્તિ પર પાન અને દક્ષિણા ચઢાવવી.
 • શિવજીની પૂજા પૂરી કર્યા પછી નીચે આપેલી શિવ આરતી ગાવી.
 • આરતી પૂર્ણ થયા પછી ભગવાન શિવને પૂજા દરમિયાન જો કોઈ પણ ભૂલ થઈ હોય તો તેની માફી માંગી લેવી.

મંદિરમાં જઈને મહાશિવરાત્રિની પૂજા વિધિ

 • અનેક લોકો દ્વારા મંદિરમાં જઈને મહાશિવરાત્રિની પૂજા કરે છે. મંદિરમાં જઈને મહાશિવરાત્રિની પૂજા આ રીતે કરી શકાય છે.
 • મંદિરમાં જઈને તમે સૌથી પહેલાં શિવલિંગ પર દૂધ અર્પિત કરવું. દૂધ અર્પિત કર્યા બાદ શિવલિંગ પર જળ ચઢાવવું.
 • ત્યારબાદ શિવલિંગની ગંગાજળથી સ્નાન કરાવવું અને દહીં સ્નાન અને ત્યારબાદ મધનું સ્નાન કરાવવું. સ્નાન કરાવતા સમયે શિવ ભગવાનના નામનો જપ કરવો.

 • સ્નાન કર્યા પછી શિવલિંગ પર ફૂલ અર્પિત કરવા અને બીલીપત્ર ચઢાવવાં.
 • ત્યારબાદ ચંદનથી શિવલીંગ તૈયાર લગાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ ૨૧ વખત કરવો આ ભગવાન શિવનો મૂળ મંત્ર છે.
 • મંત્રનો જાપ કર્યા પછી ઊભા થઈને શિવ આરતી કરવી.

શિવજીની આરતી

ॐ जय शिव ओंकारा….

एकानन चतुरानन पंचांनन राजे|

हंसासंन, गरुड़ासन, वृषवाहन साजे॥

ॐ जय शिव ओंकारा…

दो भुज चारु चतुर्भज दस भुज अति सोहें|

तीनों रुप निरखता त्रिभुवन जन मोहें॥

ॐ जय शिव ओंकारा…

अक्षमाला, बनमाला, रुण्ड़मालाधारी|

चंदन, मृदमग सोहें, भाले शशिधारी॥

ॐ जय शिव ओंकारा….

श्वेताम्बर,पीताम्बर, बाघाम्बर अंगें|

सनकादिक, ब्रम्हादिक, भूतादिक संगें||

ॐ जय शिव ओंकारा…

कर के मध्य कमड़ंल चक्र, त्रिशूल धरता|

जगकर्ता, जगभर्ता, जगसंहारकर्ता॥

ॐ जय शिव ओंकारा…

ब्रम्हा विष्णु सदाशिव जानत अविवेका|

प्रवणाक्षर मध्यें ये तीनों एका॥

ॐ जय शिव ओंकारा…

काशी में विश्वनाथ विराजत नन्दी ब्रम्हचारी|

नित उठी भोग लगावत महिमा अति भारी॥

ॐ जय शिव ओंकारा…

त्रिगुण शिवजी की आरती जो कोई नर गावें|

कहत शिवानंद स्वामी मनवांछित फल पावें॥

ॐ जय शिव ओंकारा…

जय शिव ओंकारा हर ॐ शिव ओंकारा|

ब्रम्हा विष्णु सदाशिव अद्धांगी धारा॥

ॐ जय शिव ओंकारा.

મહાશિવરાત્રીના દિવસે જરૂરથી રાખવું વ્રત

મહાશિવરાત્રીના દિવસે અનેક લોકો દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેથી તમે પણ મહાશિવરાત્રીના દિવસે વ્રત જરૂરથી રાખો શિવરાત્રિનું વ્રત કેવી રીતે રાખવો અને તે સમયે શું કરવું તેની જાણકારી આ પ્રકારે છે.

 • જો તમે પણ મહાશિવરાત્રી વ્રત રાખો છો તો શિવજીની પૂજા કરવી અને પૂજા કરતા સમયે સૌથી પહેલા વ્રત રાખવાનું સંકલ્પ કરવો.
 • સંકલ્પ લેવાના હેતુ સૌથી પહેલા તમારા બે હાથમાં જળ લેવું અને તમારા મનમાં આ વ્રત રાખવાનો સંકલ્પ લેવો. સંકલ્પ લેતા સમયે શિવજીને પ્રાર્થના કરવી કે તમને આ વ્રત સફળ થાય જે કંઈ પણ તમારી મનોકામના હોય તે પૂર્ણ થાય તેની મનમાં બોલવી અને આ જળને ધરતી પર છોડી દેવું. તેના સાથે શિવજીની પૂજા કરવી.

 • મહાશિવરાત્રી ના આ વ્રત દરમિયાન દૂધ અને ફળોનું સેવન કરી શકાય છે. તેથી તમારે માત્ર દૂધ અને ફરજ ખાવા.
 • સાંજના સમયે ફરીથી શિવજીની પૂજા કરવી અને જો બની શકે તો શિવપુરાણ પણ વાંચવો.
 • બીજા દિવસે સ્નાન કરી શિવજીની પૂજા કરવી અને આ વ્રત ખોલી દેવું. વ્રત ખોલતા સમય શિવજીને વ્રત દરમિયાન જો કોઈ ભૂલ થઈ હોય તો તેની માફી માંગી લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here