ટ્યૂબલેસ ટાયરના ફાયદાઓ જાણો આ આર્ટિક્લમાં

0
1599

તમારી કાર કેવી સારી અને કેટલી મોંઘી છે એ વાત નો કોઈ ફરક નથી પડતો જેટલો એ વાતથી કે તમારી કારમાં લાગેલી ટાયર્સની ક્વોલિટી કેવી છે. ટાયર કારને જરૂરી  હિસ્સો માંથી એક હોય છે. તેની અસર ડ્રાઇવિંગ ક્વોલિટી ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને કારના પરફોર્મન્સ પર પણ પડે છે. ઘણી વખત આપણે કારના ટાયર ઉપર ધ્યાન નથી આપતા. જેના કારણે થી દુર્ઘટનાનો ડર બની રહે છે.

પહેલા ટ્યુબ વાળા ટાયર્સ આવતા હતા જેનો ખ્યાલ રાખવો પડતો હતો પણ પંચર થવાની સ્થિતિમાં ઘણીવાર મુસીબતનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે ટ્યુબલેસ ટાયર ટેક્નોલોજી આપણી ઘણી સમસ્યાઓને ઓછી કરી દીધી છે. આવો જાણીએ કે ટ્યુબલેસ ટાયર તમારી કાર માટે શા માટે જરૂરી છે અને તેના ફાયદા શું છે.

સુરક્ષા

સુરક્ષા માટે ટ્યુબલેસ ટાયર વધારે ભરોસા વાળા છે. સાધારણ ટાયર માં ટ્યૂબ લગાવેલી હોય છે. જે ટાયરને શેપ આપે છે. પરંતુ ટ્યુબલેસ ટાયર માં અંદર પંચર થાય તો ડ્રાઈવર ગાડી થી કંટ્રોલ ખોઈ શકે છે. પરંતુ ટ્યુબલેશ ટાયર માં અલગ થી ટ્યુબ નથી લગાવેલી હોતી. ટ્યુબ ખુદ જ રિમ ના ચારેય બાજુ એરટાઈટ સીલ લગાવી દે છે જેનાથી હવા ટાયર ની બહાર નીકળી શકતી નથી. પંચર થવાની સ્થિતિમાં હવા ધીરે ધીરે બહાર નીકળે છે અને ત્યાં ડ્રાઈવર ને ગાડી રોકવા માટે ખુબ જ સમય મળી જાય છે. જો પંચર નાનું છે તો તમે થોડી વખત ગાડી ચલાવી શકો છો અને પંચર મેકેનિક સુધી પહોંચી શકો છે.

પર્ફોમન્સ

ટ્યુબ વાળા ટાયર ના મુકાબલા માં ટ્યુબલેસ ટાયર હલકા હોય છે જેના કારણે ગાડીના કુલ વજન પર પણ તેની અસર પડે છે. સાથે જ ડ્રાઇવિંગ પર અસર પડે છે. જેના કારણે તે ગાડી સારું પરફોર્મન્સ કરે છે. તેનાથી ગાડીની માઇલેજ પર પણ અસર પડે છે. ટ્યુબલેસ ટાયર જલ્દી ગરમ પણ નથી થતા.

મેન્ટેનન્સ

ટ્યુબલેશ ટાયર ની મેન્ટેનન્સ ખૂબ જ કિફાયતી હોય છે. પંચર રીપેર કરાવવા માટે પણ તેમાં વધારે દિકકતો નો સામનો નથી કરવો પડતો. પંચર રિપેર કરવા માટે સૌથી પહેલા પંચર વાળી જગ્યાએ પર સ્ટ્રિપ લગાવવામાં આવે છે અને પછી રબર સિમેન્ટ ની મદદથી તે જગ્યાને ભરી દેવામાં આવે છે. ટ્યુબલેસ ટાયર ને રીપેર કરવા વાળા કીટ કોઈ પણ સ્ટોર પર આસાનીથી ઉપલબ્ધ હોય છે.

ટકાઉ

ટ્યુબલેસ ટાયર સાદા ટાયર થી વધારે ટકાઉ હોય છે. ટ્યુબલેસ ટાયર પર વધારે ધ્યાન દેવાની જરૂર નથી અને તે આપણા પોકેટ પર વધારે ભારે પણ નથી પડતા. જો તમે નાની યાત્રા પર છો તો ઘણી વાર પંચર હોવા પર વિના રોકાઈ એ ગંતવ્ય સુધી પહોંચી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here