બજાર જેવી જ કિસમિસ હવે ઘરે પણ એકદમ આસાનીથી બનાવો

0
433

ઘરે કિસમિસ બનાવવું બધાને થોડુંક અઘરુ લાગતું હોય છે પરંતુ આજે હું તમને સરળતાથી ઘરે કિસમિસ કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી વિશે જણાવીશ.

સૌપ્રથમ કિસમિસ બનાવવા માટે તમારે જેટલી માત્રામાં કિસમિસ બનાવી હોય એટલી માત્રામાં તમે દ્રાક્ષ ને લઈ શકો છો. થોડીક મોટી સાઈઝની દ્રાક્ષ લઈને તેને ધોઈ લેવી તેની અંદર કોઈ નાની દ્રાક્ષ હોય કે કોઈ દબેલી દ્રાક્ષ હોય તેનો ઉપયોગ ના કરવો. તેવી રીતે ચેક કરીને એક એક દ્રાક્ષને અલગ કરવી.

ત્યારબાદ એક તપેલીમાં પાણી લેવું પાણી ગરમ થઈ જાય પછી તેમાં દ્રાક્ષ નાખવી. ગરમ પાણીમાં દ્રાક્ષ નાખ્યા પછી ત્રણથી ચાર મિનિટ સુધી તેને ચડવા દેવી. દ્રાક્ષ ચડી જશે પછી તે ઓટોમેટિક પાણીમાં ઉપર આવી જશે તેથી. ત્યારબાદ તેને કાણાવાળા વાસણમાં કાઢી લેવી.

ત્યારબાદ એક પ્લાસ્ટિક ને પ્લેટ થોડીક જમીનથી ઉંચી હોય તેવી લેવી અને તેની અંદર કોટનનું કપડું પાથરીને દ્રાક્ષ ને તેની અંદર નાખવી. દ્રાક્ષ અને થોડીક દૂર-દૂર નાખવી જેથી દ્રાક્ષ સારી રીતે સૂકાઈ જાય. કોટનનું કપડું રાખવાનું કારણ એ છે કે દ્રાક્ષમાં થોડું ઘણું પાણી રહેલું હોય તે કપડું સારી રીતે ચૂસી લે છે અને એકદમ દ્રાક્ષ ડ્રાય થઈ જશે.

ત્યારબાદ તેને ૨૪ કલાક સુધી તડકામાં રાખવી. ગરમીના વાતાવરણમાં કિસમિસ એક જ દિવસમાં તૈયાર થઈ જશે, શિયાળાની સિઝનમાં ત્રણથી ચાર દિવસ લાગે છે પરંતુ ગરમીના દિવસોમાં એક જ દિવસમાં તૈયાર થઈ જશે. જો તમે થોડી ગરમ લાગે તો તમે બે દિવસ પણ તેને સુકાવી શકો છો. ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી લેવી. તો આવી રીતે તૈયાર થઈ જશે સરળ રીતે ઘરે બનાવેલી કિસમિસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here