નોટબંધી આવ્યા બાદ 500 અને 2000 ની નવી નોટ માર્કેટમાં આવી. તેમાં ખાસ કરીને 500ની નોટ ને લઈને લોકો હજુ પણ અવઢવમાં છે. તેનું મુખ્ય કારણ છે કે 500 ની નવી નોટ માં સાચી અને ખોટી નોટ વચ્ચેનું અંતર હજુ લોકો જાણી શક્યા નથી.
વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં 500ની નોટ ને લઈને કહેવામાં આવ્યું છે કે દર્શાવવામાં આવેલ બંને નોટ માંથી કઈ નોટ સાચી છે?
મેસેજમાં 500ની બે નોટ દર્શાવવામાં આવેલ છે. નોટ માં જે ગ્રીન કલરની સ્ટ્રીપ હોય છે, તે આ બંને નોટો માં અલગ અલગ જગ્યા પર છે. સામાન્ય રીતે આ સ્ટ્રીપ નોટ માં એક જ જગ્યા પર હોય છે. આ વાયરલ મેસેજ માં લખેલ હોય છે, “500 રૂપિયાની એ નોટ ન સ્વીકારો જેમાં લીલા રંગની પટ્ટી ગાંધીજીની નજીક બનેલ છે, કારણકે તે નકલી છે. 500ની ફક્ત એ નોટ જ સ્વીકારો જેમાં લીલા રંગની પટ્ટી આરબીઆઈ ગવર્નર ના હસ્તાક્ષર ની પાસે છે. આ મેસેજ ને પોતાના પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો.”
8 નવેમ્બર 2016 ના નોટબંધી નો નિર્ણય આવ્યાના બે દિવસ બાદ 10 નવેમ્બર થી 500 અને 2000 ની નવી નોટ માર્કેટમાં આવેલ હતી. ત્યારબાદ જૂન 2017માં આરબીઆઇએ 500ની નોટ માં થોડા બદલાવ કરીને નવી નોટ રજુ કરેલ હતી. પરંતુ એવું ન હતું કે નવી નોટ આવ્યા બાદ જુની નોટ બેકાર થઈ ગઈ છે. એટલે કે ૧૦ નવેમ્બરથી જેટલા પણ નોટ માર્કેટમાં આવેલ છે તે બધા જ ચલણમાં છે. બેંક વાળા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, “સ્ટ્રીપ ની જગ્યા બદલવાથી તે નોટ નકલી નથી બની જતા.”
10 નવેમ્બર 2016 ના રોજ જ્યારે આરબીઆઇએ 500 રૂપિયાની નવી નોટ રજુ કરેલ હતી, તો નોટ ની તસ્વીર સાથે એક ટ્વિટ પણ કરેલ હતું. લીલા રંગની પટ્ટી અત્યારે આપણી પાસે રહેલ 500ની નોટ કરતાં અલગ દેખાય રહેલ છે. તે પટ્ટી ગવર્નરના હસ્તાક્ષરની અને ગાંધીજીના ફોટાની બિલકુલ વચ્ચે આવેલ છે.
આરબીઆઇએ એક વાત બિલકુલ ક્લિયર કરી આપેલ છે કે, “500 રૂપિયા ની નોટ માં જે લીલા રંગની સ્ટ્રિપ આપેલ છે તે નોટો માં અલગ અલગ જગ્યા પર છે. તે પટ્ટી જરૂરી નથી કે ગાંધીજીની નજીક અથવા તો ગવર્નરના હસ્તાક્ષરની નજીક હોય.” પાંચસો રૂપિયાની નોટ સાચી છે કે ખોટી તેની ઓળખ મેળવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની વેબસાઇટ પર તેની પૂરી જાણકારી આપેલ છે.