બનારસના એક વિદ્યાર્થીએ બનાવ્યું એવું મશીનગન કે દુશ્મનોને શોધી શોધીને ખતમ કરી દેશે

0
1376

આ વર્ષે ફેબ્રુઆરી મહિનો દેશ અને દેશવાસીઓ માટે સારો રહેલ ન હતો. જમ્મુ કાશ્મીરના પુલવામાં મા થયેલ આતંકવાદી હુમલાને કારણે દેશના 40 વીર જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને લીધે દેશના દરેક નાગરિકને દુઃખ થયું હતું.

હાલમાં જ બનારસના એક વિદ્યાર્થીએ કંઈક એવું કરી બતાવ્યું છે જેના વખાણ દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યા છે. બનારસના સારનાથ એક મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીએ Intelligence Machine Gun બનાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. લગભગ ૨૦ દિવસની આકરી મહેનત બાદ તૈયાર કરવામાં આવેલ છે.

આ યુવકનું નામ વિશાલ પટેલ છે જે મિકેનિકલ એન્જિનિયરિંગના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. વિશાલ એ દેશના જવાનોની સુરક્ષા માટે આ મશીન ગન તૈયાર કરેલ છે. વિશાલ નું એવું કહેવું છે કે સીઝફાયર દરમિયાન રાતના અંધારામાં જ્યારે દુશ્મન હુમલો કરે છે ત્યારે ઘણા જવાન ઘાયલ અને શહીદ થઇ જાય છે. એવામાં Intelligence Machine Gun ના ઉપયોગથી તેનાથી બચી શકાય છે કારણકે આ દુશ્મનને ઓળખીને તેના ઉપર ફાયર કરે છે. આ ગન આપણા જવાનોને ક્યારેય પણ ટાર્ગેટ કરતી નથી.

સામાન્ય વાત છે કે એક વિદ્યાર્થી લાખો કરોડો ખર્ચ નથી કરી શકતો. એવામાં વિશાલે આજ બનાવવા માટે ભંગારમાંથી સામાન એકઠો કર્યો હતો. જેમાં ડિશ ટીવી બોક્સ જેવી વસ્તુઓ પણ હતી જેનો ઉપયોગ ટ્રિગર બનાવવા માટે કરવામાં આવેલ હતો. આ રીતે આ મશીનને બનાવવામાં કુલ ચાર હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વિશાલ નું આજનું વિશે કહેવાનું છે કે આ મશીનગનની સર્કિટ ઓટોમેટીક ઓન રહેશે. જેવું કોઈ તેની સામે આવશે કે તુરંત જ કંટ્રોલ રૂમમાં આરામ વાગવા લાગશે. આપણા દેશના જવાનોના યુનિફોર્મમાં ૧ ચીપ લગાવવામાં આવેલ હશે અને આ ચિપ ની ફ્રિકવન્સી ટ્રાન્સમીટર મશીનગન માં લગાવવામાં આવેલા હશે. વિશાલ કહે છે કે આપણા દેશના જવાન તેની સામે આવતાં જ સર્કિટ બંધ થઈ જશે પરંતુ જો કોઇ દુશ્મન મશીનની સામે આવશે તો એલાર્મ તુરંત બંધ થઈ જશે અને ગન થી ગોળીઓ ચાલવા લાગશે.

4000 રૂપિયા માંથી બનાવવામાં આવેલી આ મશીન મા એક સ્ટીલ ડ્રમનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે જે તેની સામેની તરફ લગાવવામાં આવેલ છે જેથી કરીને તેનો બચાવ થઈ શકે. તેમાં એક પેયર સેન્સર પણ છે જેના લીધે મશીનની સામે કોઈ એક્ટિવિટી થાય છે તો ઘરમાં લગાવી સર્કિટ ઓન થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here