ઉતાવળ છે તો ફક્ત પાંચ મિનિટમાં બનાવો પાકા કેળાનું શાક

0
724

સામગ્રી :

 • એક ચમચી રાઈ
 • એક ચમચી જીરૂ
 • બેથી ત્રણ મીઠા લીમડાના પાન
 • અડધી ચમચી હળદર
 • 2 લીલા મરચાં
 • 1 ટમેટુ
 • 1 કિલો પાકા થયેલા કેળા
 • દોઢ ચમચી મરચું
 • 2 ચમચી ધાણાજીરું
 • મીઠુ સ્વાદ મુજબ
 • 1/3 તેલ

બનાવવાની રીત :

પાકા કેળા નું શાક બનાવવા માટે સૌપ્રથમ કેળા ને મિડીયમ સાઈઝ માં કાપી લેવા. હવે કડાઈમાં તેલ ગરમ થવા મુકો. તેલ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું અને હળદર ઉમેરો. પછી તેમાં ટામેટું અને લીલા મરચા ઉમેરો. જ્યાં સુધી ટમેટૂ એક રસ થઈ જાય ત્યાં સુધી થવા દ્યો.

બધું જ સરખી રીતે મિક્સ કરીને હવે તેમાં મીડીયમ સાઈઝ ના સમારેલા કેળા ઉમેરી સરખી રીતે હલાવો. હવે તેમાં મીઠું, લાલ મરચું, ધાણાજીરું ઉમેરી બધું સરખી રીતે હલાવીને બેથી ત્રણ મિનિટ સુધી પાકવા દ્યો. તો તૈયાર છે તમારું શાક જેને તમે રોટલી, છાશ અને સલાડ સાથે સર્વ કરી શકો છો.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here