બાળકોનો જીવ બચાવવા માટે આગમાં ઘુસી ગયો સુરતનો આ બહાદુર યુવક, ૧૨ ને બચાવી લીધા પરંતુ….

0
2501

ગુજરાતના સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્સની કોચીંગ સેન્ટરમાં શુક્રવારે સાંજે લાગેલી ભીષણ આગમાં હજી સુધી 20ની મોત થઈ ગઈ છે જ્યારે 18 લોકો ઘાયલ થઇ ગયા છે. ઘટના પછી અમદાવાદમાં ચાલી રહેલા બધા કોચિંગ સેન્ટર ને અત્યારે બંધ કરવાનો આદેશ આપી દીધો છે. આ દરમ્યાન  લોકો મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા છે તેમાં એક શખ્સ એવો પણ હતો જેણે જાનની પરવા કર્યા વગર બીજી મંઝિલ સુધી ચડી ગયો. કેતન જોરવાડિયાની બહાદુરીના પછી ઘણા લોકોએ આગળ પોતાનો કદમ ઉઠાવી ને મદદ કરવી શરૂ કરી.

શું હતો મામલો

સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષ ની બીજી મંઝીલ પર સાંજે જ્યારે આગ લાગી હતી તો નીચે રસ્તા પર ઉભેલા લોકો બીકના કારણે ઉપર ન જતા હતા. કેટલાક લોકો મોબાઇલ ઉપર વિડીયો બનાવી રહ્યા હતા. એ દરમિયાન કેતન નામના એક શખ્શે પોતાની જાનની પરવા કર્યા વિના આગમાં કૂદી ગયો.

ન્યૂઝ એજન્સી એનઆઇટી સાથે વાતચીતમાં કેતને કહ્યું કે, “મેં જ્યારે ધુમાડો જોયો પરંતુ મારી સમજમાં ન આવ્યું હતું કે શું કરવું જોઈએ અને મેં એક સીડી ઉઠાવી અને ઉપર ચડી ગ.યો સૌથી પહેલા મેં બે બાળકોને આગથી બચાવ્યા. તેના પછી આઠ-દસ  લોકો ને ત્યાંથી નીકળવામાં મદદ કરી. પછી મેં બે બીજા છાત્રોને ને ત્યાંથી કાઢ્યા. ફાયરબ્રિગેડને આવવામાં 40 – 45 મિનિટનો સમય લાગ્યો હતો.

કેતને પોતાની જાનની પરવા કર્યા વિના બિલ્ડિંગની બહારથી જ બીજી મંઝિલ પર ચડી ગયો અને તેને તે દરમિયાન ૧૨ થી ૧૪ છાત્રોની જાન બચાવી. જો કે તેમને વધારે લોકોને ન બચાવી શક્યા નું દુઃખ પણ છે. કેતન ની બહાદુરી ની ચર્ચા વિષયક બની ગઈ છે. કહી દઈએ કેતન ને જોઈને બીજા લોકોમાં પણ હિંમત આવી હતી. તેમણે પણ મદદ કરવી શરૂ કરી હતી.

કોચીંગ સેન્ટર બંધ

આ દર્દનાક ઘટના પછી સતત કદમ ઉઠાવતા અહેમદાબાદ ના કમ્યુનિસિપલ એ શહેરના  બધા ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુરતના સરથાના સ્થિત તક્ષશિલા કોમ્પલેક્સમાં કોચિંગ સેન્ટર પણ ચાલતો હતો જેમાં શુક્રવારે સાંજે બાળકો બીજા દિવસોની જેમ ભણવા માટે આવ્યા હતા. આ ઘટનાના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે . જેમાં સાફ નજર આવે છે ઘણા છાત્રો ગભરાટમાં બિલ્ડીંગથી છલાંગ લગાવી દીધી.

આગ એટલી ભયંકર હતી કે તેને બુઝાવવામાં 19 દમકલ ગાડીઓ લગાવવી પડી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું જો આપણે આવા મામલા ઓથી બચવુ છે તો અને બીજા લોકોના જીવન બચાવવા છે તો આપણે કેટલાક ફેસલા લેવા પડશે. મેં અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અફસરોને આગલા દિવસ સુધી શહેરના બધા ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સીએમ – પીએમ જતાવ્યું દુઃખ

ગુજરાતના સીએમ રૂપાણી એ આ ઘટનાની તપાસ પછી આદેશ આપ્યો છે. તેમણે શહેરી વિકાસ વિભાગના પ્રધાન સચિવ મુકેશ પૂરી એ ઘટના સ્થળ પર પહોંચવાનો આદેશ આપ્યો અને સાંજ સુધી દવાખાનામાં જઈને ધાયેલો થી મુલાકાત કરી. તેના પછી તેમણે કહ્યું કે તેની પાસે લાગેલી આગના કારણે ઘણા લોકો બિલ્ડીંગ માંથી ચોથી મંઝિલથી કૂદી ગયા.

સીએમ એ મરવા વાળા પરિવાર વાળાઓને ચાર લાખ રૂપિયા દેવાનુ એલાન કર્યું છે. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ રાહુલ ગાંધી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સપા સુપ્રીમો અખિલેશ યાદવ સમેત અન્ય પાર્ટીઓના નેતાઓએ શોક જતાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here