જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ગુસ્સાવાળા દેવતા માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર તેઓ નારાજ થઈ જાય તો તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. એટલા માટે બધા લોકો એવુ ઈચ્છે છે કે શનિદેવ તેમના પર નારાજ ન થાય. આ સિવાય બજરંગ બલી બધા જ દેવતાઓમાં સૌથી વધારે ઝડપથી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. તેઓ કલિયુગમાં એક માત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
એવું જણાવવામાં આવે છે કે જે ભક્ત બજરંગ બલી ની પૂજા અર્ચના કરે છે એ લોકોને શનિદેવ ક્યારે પણ પરેશાન કરતા નથી. હનુમાનજીના ભક્તો ઉપર શનિદેવનો કોઈ પણ પ્રકારનો પ્રકોપ રહેતો નથી. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એવી થોડી રાશિઓ છે જેમના પર આજે શનિદેવ અને બજરંગ બલી બંને એકસાથે મહેરબાન થવાના છે. જેના કારણે આ રાશિના જાતકોને મોટો ફાયદો મળવાનો છે અને તેમના જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થવાની છે.
વૃષભ રાશી વાળા લોકો પર બજરંગ બલી અને શનિદેવની કૃપાદ્રષ્ટિ બની રહેવાની છે. તમારા વિચારેલા બધા જ કાર્યો પૂર્ણ થઇ શકે છે. અચાનક તમને ધન મળવાના યોગ બની રહ્યા છે. તમારા વિચારોમાં બદલાવ આવશે. સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના પણ બની રહેલ છે. તમારી બનાવેલી દરેક યોજનાઓ પૂર્ણ થશે. તમને તમારા કાર્યમાં સારો લાભ પ્રાપ્ત થશે. મિત્રો તથા ભાઈઓ સાથે સારો સમય પસાર કરી શકશો અને તેમનો સહયોગ પણ તમને મળી રહેશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આવનાર સમય સારો રહેશે. તમને પ્રેમ સંબંધિત બાબતોમાં સફળતા મળશે.
મિથુન રાશિના લોકોને બજરંગ બલી અને શનિદેવની કૃપાથી વેપારમાં અચાનક લાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી ની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા સકારાત્મક અભિગમને કારણે તમારા બધા જ કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકશો. તમારું અટકાયેલું ધન તમને પરત મળી શકે છે. તમને થોડા નવા અવસર મળી શકે છે. તમે તમારી મધુર વાણીથી લોકો પાસેથી ઘણું કામ કરાવી શકો છો.
સિંહ રાશિ વાળા લોકો ને બજરંગ બલી અને શનિદેવની કૃપાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારા કાર્ય થી ઘણા લોકો પ્રભાવિત થશે. તમે તમારી કાર્યપ્રણાલીમાં સુધાર કરી શકો છો. તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તમને અચાનક જ કોઇ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધ માટે આવનારો સમય સારો રહેશે, પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે. જૂની બીમારીથી છુટકારો મળી શકે છે, માતા-પિતાનો આશીર્વાદ તમારી સાથે રહેશે.
કુંભ રાશિના લોકો પર બજરંગ બલી અને શનિદેવની કૃપાદ્રષ્ટિ બની રહેશે. તમને તમારા કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે તમારા દુશ્મનો ઉપર આવી થઇ શકશો, જુના વાદવિવાદ દૂર થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. નોકરી કરતા લોકો માટે આવનારો સમય ઉત્તમ રહેશે. તમારા અટવાયેલા તમામ કાર્યો પૂર્ણ થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. વેપારમાં તમે કંઈક નવું કરવાની કોશિશ કરશો જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ઘર અને પરિવારના લોકો વચ્ચે ના સંબંધો સારા રહેશે.