બહુચરાજી મંદિરમાં બિરાજમાન બહુચર માતાજીનો ઇતિહાસ

0
1714

ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાંનું એક એટલે બહુચરાજી મંદિર. જેના વિશે આપણે આજે વિગતવાર માહિતી મેળવીશું. આ મંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી ગામમાં આવેલું છે. તેમના મંદિરને બાલાત્રિપુરા સુંદરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર મહેસાણા પાસે  આવેલું છે.

આ મંદિરનું નિર્માણ માનાજીરાવ ગાયકવાડ ના હસ્તે થયેલ છે. સયાજીરાવ ગાયકવાડ અહીંયા નું રેલવે બનાવડાવ્યો હતો. દરેક પૂનમ, ચૈત્ર સુદ આઠમ અને આસો સુદ આઠમે પોલીસ દ્વારા અહીં મંદિરમાં સલામી આપવામાં આવે છે. તેઓ માટે આ દિવસ મહત્વનો ગણવામાં આવે છે.

બહુચરમાતા ચારણની પુત્રી હતા. તેમની બહેન સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યાં બાપિયા નામના ડાકુઓએ તેમના ઉપર હુમલો કર્યો. તેમનામાં એક પરંપરા હતી કે જો તેઓ દુશ્મન પાસે હારી જાય તો અંતિમ પગલાં સ્વરૂપે દુશ્મનને શરણે જવાને બદલે તેઓ પોતાનો જીવ જાતે કાઢી આપે છે. આ પરંપરાને ત્રાગું કહે છે. ચારણનું લોહી છંટાવુ તે ઘોર પાપ માનવામાં આવે છે. અહી પણ લૂંટારુઓના શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને ત્રાંગું કર્યું અને પોતાના સ્તન જાતે જ વધી નાંખ્યા.

જેના કારણે લૂંટારુઓ માતાજી દ્વારા શાપિત થયા અને નપુસંક બની ગયો. આ શ્રાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપીયાએ સ્ત્રીઓનું વસ્ત્ર અને આભૂષણ ધારણ કરીને બહુચરા માતાજીની આરાધના કરી. આથી કિન્નરો બહુચરાજીની ભાવપૂર્વક ભક્તિ કરે છે અને બહુચર માં ને પોતાના આરાધ્ય દેવી માને છે. ભારતભરમાં ઘણા લોકો કિન્નરો આ મંદિરમાં આવે છે. અહીં દેવું સતિનો હાથ પડયો હતો. તેમનું વાહન કૂકડો છે. જે નિર્દોષતાનું પ્રતીક માનવામાં આવે છે.

એક પ્રસંગ માં બહુચરાજી એક કપિલમુનિ અને કદમમુનીને પોતાના દર્શન આપ્યા હતા. એક બીજો પ્રસંગ પણ કહેવામાં આવ્યો છે કે અલાઉદ્દીન ખીલજીના સેનિકો કુકડા મારીને ખાઈ ગયા. થોડા સમય પછી તે કુકડા સૈનિકોના પેટ ફાડીને બહાર નીકળ્યા હતા.

માતાજીના મંદિર પાસે નો વરખડી સ્થાન મુખ્ય મુખ્ય મંદિર છે. મંદિરની પાછળ માનસરોવર નામનો કુંડ છે. અહીં લોકોએ જેમ મન્નત માની હોય તેનો ચઢાવો કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ચલાવવા માટે છે. રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ બનાવવામાં આવે છે.

આ મંદિર અમદાવાદથી લગભગ ૧૧૦ કિલોમીટર અને મહેસાણા થી 35 કિલોમીટર દૂર આવેલ છે. મિત્રો તમે પણ આમ બહુચરાજી માતાના દર્શન કરી લો જેથી જીવનભરના પાપોથી મુક્તિ મળી જાય. આવી જ આશા સાથે લાખો ભક્તો અહીં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here