આજ ના અમારા આર્ટિકલ નો વિષય કાનૂની અધિકારો વિશે નો. જો બગીચામાં કપલ્સ એટલે કે કોઈ છોકરી અને છોકરા નો જોડો બેઠો છે તો તેને લગતા અધિકારો ક્યાં ક્યાં છે તેના વિશે આજે વાત કરીશું.
ઘણી વાર તમે જોયું કે બગીચામાં પરણીત કે અપરિણીત જોડાઓ બેઠેલા હોય છે. ઘણી વાર ત્યાં પોલીસ આવિને તેમને કેટલાક સવાલો પૂછે છે. પોલીસ કપલ્સ પાસે આવીને તેમને ડરાવે ધમકાવે છે અને પૈસા ની માંગણી કરે છે. પોલીસ ને તેવું લાગે છે કે કપલ્સ ડરી જશે અને તેમને કમાણી થઈ જશે. આજે અમે તમને તે જ અધીકારો વિશે જણાવીશું જેથી પોલીસ ને તમે ખોટી રીશ્વત દેવા માટે બચી શકો.
IPC ની ધારા 294 મુજબ જો કોઈ કપલ્સ બગીચા માં બેઠા બેઠા અશ્લીલ હરકતો કરે છે તો તેને સજા મળવી જોઈએ. જો બગીચા માં બેઠેલા કપલ્સ આવી હરકતો કરે છે તો પોલીસ તેને 3 મહિના સુધી જેલ માં અથવા કેટલીક રકમ લઈ શકે છે. જો તમે શાંતિ બેઠા બેઠા કોઈ વ્યક્તિ સાથે વાતો કરો છો કે મજાક કરો છો તો પોલીસ તમને કાંઈ કરી શકતી નથી. તો તમે તેના સામે અવાજ ઉઠાવી શકો છો. કોઈપણ સાથે તમે બગીચા માં શાંતિ થી બેઠા બેઠા વાતો કરી શકો છો તે તમારો અધિકાર છે. જો તમે તમારી બાજુ માં બેઠેલા લોકોને પરેશાન કરો છો તો તે લોકો તમારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી શકે છે. તો તમારે તેની સજા કે દંડ ભરવો પડશે.
જો તમે કોઈને અશ્લીલ હરકતો કરતા જોવો છો તો તમે પણ ફરિયાદ નોંધાવી શકો છો. જો પોલીસ તમને કોઈ આ પ્રકારનો ગુનો નો હોય તો પણ હેરાન કરે તો તેની સામે અવાજ ઉઠાવી શકો છો. મિત્રો બગીચામાં બેસવા જાવ તો આ બધી બાબતો નું ધ્યાન જરૂર રાખો.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !