બેંકમાં દરેક વ્યક્તિનું એકાઉન્ટ હોય છે અને જ્યારે આપણને પૈસાની જરૂર હોય છે ત્યારે આપણે એટીએમ મશીન મા એટીએમ કાર્ડ લગાવીને પૈસા લઈએ છીએ પરંતુ ઘણીવાર એવું થાય છે કે એટીએમ લગાવ્યા બાદ પૈસા બહાર આવતા નથી અને તે પૈસા આપણા એકાઉન્ટમાંથી કપાઈ થઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ કે એટીએમમાંથી પૈસા નીકળ્યા વગર બેંકમાં થી કટ થઈ જાય છે.
દુનિયામાં ઘણી વાર બધા જોડે આવું થાય છે આવું થયા બાદ પૈસા પાછા મેળવવા માટે પણ એક પ્રોસેસ છે ત્યારબાદ બેંક તમને તમારા પૈસા પણ પાછા આપે છે આ આરબીઆઈનો નિયમ છે જે દરેક બેંકોનું બેંક છે. એટીએમમાંથી પૈસાના નીકળી અને એકાઉન્ટ માં થી નીકળી જાય તો તે પૈસા પાછા કઈ રીતે મેળવવા આજે તમને જણાવીશું તેની પ્રોસેસ વિશે.
બેંકમાંથી પૈસા કટ થઈ જવાની અપીલ ક્યાં કરવી?
જો તમારા પૈસા એટીએમમાંથી ના નીકળ્યા અને ખાતામાંથી કટ થઈ ગયા તો ચિંતા ન કરવી અને સૌથી પહેલા તમે તમારી બેંકની બ્રાંચ પર જવું અને તે વાતની અપીલ કરવી. જો તે સમયે બેંકનો સમય પૂરો થઈ ગયો હોય કે કોઈ રજા હોય તો તેની અપીલ સીધી બેંક ના કસ્ટમર કેર માં કરવી. અપીલ કરવામાં લાપરવાહીના કરવી.
બેંકમાંથી પૈસા કટ થવાની અપિલ કઈ રીતે કરવી?
જ્યારે તમે અપીલ કરશો ત્યારે તમારો બેન્ક એકાઉન્ટ નંબર અને ઓળખ માટે પ્રમાણપત્ર અને જે એટીએમ થી તમે પૈસા નીકળ્યા તેનું નામ અને લોકેશન માંગે છે. જો તમને એટીએમ થી કોઈ સ્લીપ મળી હોય તો તેને સંભાળીને રાખવી.
તમારા પૈસા પાછા લાવવાના ઉપાય
એટીએમ સ્લીપ ની સંભાળ રાખવાનું કારણ એ છે કે તેનાથી એટીએમની પુરી જાણકારી પ્રાપ્ત થશે તેમાં એટીએમ લોકેશન અને તેનો ટાઈમ તમે કઈ વસ્તુ માટે એટીએમ નો ઉપયોગ કર્યો હતો તમારું ટ્રાન્ઝેક્શન આઈડી અને અન્ય ડિટેલ મળી જશે. જો તમારા પાસે એટીએમ સ્લીપ ના હોય તો પાસબુક એન્ટ્રી કરાવવી.
એટીએમ થી પૈસા કટ થઈ જવાની એપ્લિકેશન
એટીએમ થી પૈસા કટ થઇ જવાની એપ્લિકેશન સાત દિવસની અંદર કરી શકાય છે. તમારી એપ્લિકેશન બાદ બેંકના પ્રતિનિધિ તે એટીએમ પર પહોંચે છે. જ્યાંથી તમે પૈસા નીકાળ્યા ત્યાં જઈને એથી એમના કેમેરા ફૂટેજ ચેક કરે છે અને એમાં જો એ સાબિત થઈ જાય કે તમને પૈસા નથી મળ્યા તો બેંક તમે રિફંડ કરે છે.
જો તમારી એપ્લિકેશન નુ સમાધાન સાત દિવસમાં ના થયું તો તમે બેન્કિંગ લોકપાલ થી સંપર્ક કરી શકો છો આરબીઆઇના નિયમ અનુસાર બેંકને આવા પ્રકારની સમસ્યાઓનું સમાધાન સાત દિવસમાં કરવાનું રહે છે તે ઉપરાંત બેંક ને સો રૂપિયા રોજ કસ્ટમરને આપવાના હોય છે.
આ રીતે તમે એટીએમમાંથી પૈસા ના નીકળ્યા હોય અને ખાતામાંથી કટ થઈ ગયા હોય તો તેની એપ્લિકેશન કરી શકો છો. એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું કે જો તમારી સાથે આવું થયું હોય તો જ એપ્લિકેશન કરવી અને જાણી જોઈને આવું કોઈ દિવસ ના કરવુ.