અર્જુનકપુર સાથે સબંધ રાખવો મલાઇકાને પડ્યો ભારે, સલમાન ખાને ભાભીને આપી આટલી મોટી સજા

0
2627

૫૩ વર્ષના સલમાન ખાન બોલિવૂડના એક જ એવા અભિનેતા છે જે હંમેશા કોઇને કોઇ કારણથી મીડિયામાં સમાચારમાં રહે છે. આપણે બધા જાણીએ છીએ કે સલમાનને ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. એવામાં તે પોતાના ગુસ્સાને લીધે મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહે છે. તેમનો ગુસ્સો ક્યારે અને કયા સમયે તથા ક્યાં વ્યક્તિ પર તૂટી પડે એ કહી ના શકાય.

તેના ગુસ્સાનો શિકાર બોલિવુડના ઘણા ફેમસ સેલિબ્રિટી પણ થઈ ચૂક્યા છે. કહેવામાં આવે છે કે સલમાન ખાન કોઈ વ્યક્તિ પર ખૂબ જ ખુશ થઈ જાય તો તેનું જીવન પણ બનાવી આપે છે અને ગુસ્સે થઈ જાય તો તેનું જીવન બરબાદ પણ કરી નાખે છે. હાલમાં જ સલમાન ખાને પોતાની પૂર્વ ભાભી મલાઈકા અરોડા ખાન થી નારાજ થઈને પોતાનો ગુસ્સો કંઇક એવી રીતે કાઢ્યો કે જેનો પસ્તાવો મલાઈકા ને આખી જિંદગી સુધી રહેશે.

સલમાનખાન પોતાનો ગુસ્સો બોલીવુડના જાણીતા કલાકારો ઉપર પણ ઉતારી દે છે. તેમના ગુસ્સાનો શિકાર અનુરાગ કશ્યપ, અરિજીત સિંહ, વિવેક ઓબેરોય, રેણુકા શહાણે તથા રિશી કપૂર બની ચૂક્યા છે.

સમાચાર છે કે બોલિવુડના દબંગ ખાન પોતાની ભાભી મલાઈકા અરોડા ખાન ના અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને એટલી હદે નારાજ છે કે પોતાની આગામી ફિલ્મ દબંગ-૩ માંથી તેઓએ મલાઈકા ને હટાવી દીધી છે. હકીકતમાં થોડા દિવસો થી મલાઈકા અર્જુન સાથે પોતાના સંબંધોને લઈને ખૂબ જ ચર્ચામાં છે જેના લીધે સલમાનખાન ખૂબ જ નારાજ છે.

બંનેના અફેરની ખબરોને લઈને સલમાન ખાનનો મૂડ એટલી હદે ખરાબ છે કે તેઓએ દબંગ-૩ માંથી મલાઈકાને દૂર કરી દીધી છે. દબંગ અને દબંગ-૨ માં મલઇકાએ આઈટમ ડાન્સ કર્યો હતો જે ઘણો જ થયો હતો. જણાવી દઇએ કે મલ્લિકા અરબાઝની સાથે ફિલ્મની પ્રોડ્યુસર પણ હતી પરંતુ હવે દબંગ-૩માં એવું કંઈ બની શકશે નહીં. જો હકીકતમાં મલાઈકા સાથે આવું બન્યું છે તો તેમના માટે આ સૌથી ખરાબ સમાચાર હશે.

અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ બોલિવૂડની એક્ટ્રેસ મલાઈકા અરોડા એક્ટર અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે. અર્જુન કપૂર અને મલાઈકા ઘણી વખત મીડિયાની સામે સ્પોટ બની ચૂક્યા છે. હાલમાં જ મલાઈકા નો જન્મદિવસ ઉજવવા માટે અર્જુન કપૂર તેમની સાથે ઈટલી પહોંચ્યા હતા. બંનેના આ સંબંધોથી અર્જુન અને સલમાન ખાનનો પરિવાર ખુશ નથી. પરંતુ સમાચારો અનુસાર તેમના આ સંબંધને મંજૂરી મળી ગઈ છે તને ખબર છે કે આ વર્ષે બંને લગ્નનું પ્લાનિંગ પણ કરી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here