અપંગ ભાઈ સ્કૂલ જઈ શકે તે માટે બહેને બનાવી અનોખી સાઇકલ

0
1060

આ સમગ્ર દુનિયામાં ભાઈ-બહેનના સંબંધ જેવો પવિત્ર સંબંધ કોઈ નથી હોતો. અહિયાં પણ અમે તમને એક ભાઈ બહેનના આવા જ સંબંધ વિશે વાત કરવાના છીએ. મયુરી અત્યારે ૧૬ વર્ષની છે, તેનો નાનો ભાઈ નિખિલ પોપટ યાદવ ૧૩ વર્ષનો છે. બંને પુનામાં આવેલા હૉલ ગામના રહેવાસી છે.

નિખિલ અપંગ છે, તે ચાલી નથી શકતો. વ્હીલચેર જ તેનો સહારો છે. તે અભ્યાસમાં હંમેશા પ્રથમ આવે છે. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધી રહી છે તેમ તેમ તેને સ્કૂલમાં પહોચડવામાં તેના પિતાને મુશ્કેલીઓ પડી રહી છે. આવામાં પોતાના ભાઈની સગવડતા માટે તેની બહેન મયુરીએ કઈક બનાવ્યું છે. એવું કઈક કે જેના લીધે મયુરીના ચારો તરફથી વખાણ થઈ રહ્યા છે.

મયુરી જણાવે છે કે નિખિલને સ્કૂલ જવું અને અભ્યાસ કરવો ખૂબ જ પસંદ છે. પરંતુ સ્કૂલ જવા માટે તે પોતાના પિતા પર નિર્ભર છે. ઘણી વખાર જ્યારે તેના પિતા કામમાં વ્યસ્ત હોય છે તો તે સ્કૂલ નથી પહોચી શકતો. આવામાં તેની બહેન મયુરી દ્વારા તેનું સમાધાન શોધી લેવામાં આવ્યું હતું. મયુરીએ તેની સાઇકલને મયુરીની વ્હીલ ચેર સાથે જોડી દીધી હતી. જેથી કરીને નિખિલને જ્યારે પણ સ્કૂલ જવું હોય ત્યારે તે પોતાની સાઇકલ દ્વારા તેના ભાઈને લઈ જઈ શકે.

મયુરી કહે છે કે, ભાઈની જેમ જેમ ઉંમર વધી રહી હતી તેમ તેમ તેનું વજન પણ વધી રહ્યું હતું, જેથી લઈને પિતાને પોતાના સ્કૂટર પર બેસાડવામાં ઘણી જ મુશ્કેલીઓ થઈ રહી હતી. જ્યારે મારા પિતા ઘરમાં ના હોય ત્યારે તે સ્કૂલ પણ નહોતો જઈ શકતો. એટલા માટે મે નક્કી કર્યું કે ભાઈને સ્કૂલ લઈને હું જઈશ. મે આ વિશે મારા સ્કૂલના શિક્ષક અને પ્રિન્સિપાલ સાથે પણ વાત કરી. બધા જ મારી આ વાતથી ખુશ થયા અને મારો ઉત્સાહ પણ વધાર્યો.

મયુરી દ્વારા એક સાધારણ પરંતુ એક નવીન વિચાર પર કામ કર્યું. તેણે પોતાના સ્કૂલના સાઇન્સ ટીચર સાથે મળીને એક ટીમ બનાવી. સ્કૂલની ટેક્નિકલ ટીમ સાથે મળીને તેણે પોતાની સાઇકલને વ્હીલચેર સાથે જોડી દીધી. આ બનાવટ દરમ્યાન નિખિલની સુરક્ષાને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવી. આ બધુ જ કામ એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું. સાઇકલના બ્રેક સિસ્ટમ પર ખાસ કામ કરવામાં આવ્યું જેથી કરીને બ્રેક લગાવતા સમયે નિખિલને કોઈ તકલીફ ના પડે. આ સિવાય બેલેન્સનું પણ ખ્યાલ રાખવામા આવ્યો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here