જન્મ અને મૃત્યુ બે એવ અધ્યાય છે જે એકબીજા સાથે પૂરી રીતે નિર્ભર છે. બીજું કઈ સત્ય હોય કે ના હોય પણ જીવનના આ બે સત્ય એવા છે જેને કોઈપણ પરિસ્થિતિમાં ટાળી નથી શકાતા. જેને જન્મ લીધો છે તેની મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ બાદ આત્માનો પુનર્જન્મ લેવો પણ એટલો જ સત્ય છે.
હિન્દુ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં ૧૬ સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલ છે. જેમાં જન્મથી લઈને અંત્યેષ્ટી સુધીના દરેક પગથિયાં સામેલ છે. અંત્યેષ્ટી જીવનનું છેલ્લું પગથિયું છે જેને અંતિમ સંસ્કાર પણ કહેવામા આવે છે.
કદાચ તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ શવયાત્રા નીકળે છે ત્યારે રસ્તામાં રહેલા દરેક વ્યક્તિ શવયતરને જોઈને શિવ શિવના નામનો ઉચ્ચાર કરે છે અને પ્રણામ કરે છે. શસ્ત્રો અનુસાર એવું માનવમાં આવે છે કે જે મૃત વ્યક્તિએ શરીર છોડયું છે તે પોતાની સાથે પ્રણામ કરતાં વ્યક્તિના તમામ દુખો, કષ્ટો અને અશુભ લક્ષણોને સાથે લઈ જાય છે.
આપણે ઘણીવાર જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિની અંતિમયાત્રા જતી હોય ત્યારે એ થોડીવાર માટે એક જગ્યા પર રોકાય છે અને ત્યારે લોકો ઈશ્વરને મૃત વ્યક્તિના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. આ હિન્દુ ધર્મનો એક મુખ્ય નિયમ છે જેના અનુસાર શવ યાત્રાને જોયા બાદ મૃત વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ, આવું કરવાથી મૃતિ વ્યક્તિની આત્માને શાંતિ મળે છે.
આપના હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં અને જ્યોતિષ શાસ્ત્રોમાં પણ શવયાત્રાના દર્શન થવા ખૂબ જ શુભ માનવમાં આવ્યા છે. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શવયાત્રાના દર્શન થાય છે તો તેના અટવાયેલા દરેક કાર્યો પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે અને તેના જીવનના દુખ દૂર થઈ જાય છે તથા તેની તમામ મનોકમનાઓ પણ પૂર્ણ થાય છે.
સાથે સાથે પુરાણોમાં જણાવેલ છે કે, બ્રાહ્મણની અંતિમયાત્રામાં જો તમે તેની અર્થીને કાંધો આપો તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને અર્થી ઉઠાવવા વાળા વ્યક્તિને એક યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. એવું પણ કહેવામા આવે છે કે આવો વ્યક્તિનું શરીર પાણીમાં ડૂબકી લગાવવા માત્રથી પવિત્ર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ શવયાત્રાને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શવયાત્રાના દર્શન કરવાવાળા વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !