અનેક રોગોમાં આવે છે કામ. મફતમાં મળતી સીંગનાં છે અનેક ફાયદા

0
1657

ઘણાં દેશી ઇલાજ એવાં છે કે જે ઘણાં રોગોમાં ખૂબ ખૂબ ફાયદો કરે છે. અહીં આપને એક દેશી દવા નો પ્રયોગ બતાવી રહ્યા છીએ જે અજમાવવાથી આપને ગજબનો ફાયદો દેખાશે. આપણી આસપાસ બાવળની શીંગ આપોઆપ ઉગે છે. આ સીંગ તરફ તમે નજર કરતાં નહીં હોવ. આ સીંગ કેટલાંય રોગમાં કામ આવે છે એ તમે કદાચ જાણતાં નહીં હોય.

આપની આસપાસ ખુલ્લા રસ્તા પર તેમજ ખુલ્લા ખેતરોમાં ઊગી નીકળતા બાવળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. બાવળના સીંગના લોકો દાતણ પણ કરે છે, દાંત માટે બાવળના સીંગના દાતણ ખૂબ જ સારા માનવમાં આવે છે.

હિન્દીમાં બબુલ અને ગુજરાતીમાં એ બાવળ તરીકે ઓળખાય છે. એ ઘણાં રોગમાં ફાયદો કરે છે. શરીરનાં સાંધા, ગોઠણ, હાડકાં, કાન, દાંત સહિતનાં ઘણાં રોગ મટાડે છે. નબળાઈ રહેતી હોય તો બાવળની સીંગનો પાવડર સાકરનાં ભૂકામાં નાખીને એક ચમચી સવાર સાંજ લો.

  • કમળો : કમળો હોય તો બાવળનાં ફુલ તોડી સાકર સાથે એક ચમચી ચુર્ણ દરરોજ લેવું. કમળો ગાયબ થઈ જશે.
  • ગોઠણનો દુખાવો : રોજ એક ચમચી બાવળનાં ચુર્ણ સવારે નાસ્તા પછી હૂંફાળા પાણી સાથે લેવી. બે થી ત્રણ મહિનામાં ફાયદો દેખાશે.
  • દાંતના દુખાવો : જમ્યા પછી બાવળનું દાતણ કરો. તાજી છાલને દરરોજ ચાવવાથી હલતાં દાંત અને પેઢાં મજબૂત થશે. પાયોરીયા પણ મટશે.
  • કાનનાં દુખાવાં માટે : સરસીયાનાં તેલમાં બાવળનાં ફુલ નાખી ધીમાં તાપે ઉકાળો. પાકી જાય પછી તૈયાર થયેલા તેલનાં બે ટીપાં કાનમાં નાખો.
  • કમર દર્દ : બાવળ છાલ, સીંગ, ગુંદર આ બધાંને વાટી લો. રોજ એક એક ચમચી દિવસમાં ત્રણ વખત લો.

કેવી રીતે બનાવાય ચુર્ણ?

બાવળની સીંગ તોડીને સુકવી દો એટલે પાવડર ચુર્ણ તૈયાર. ઉંમર પ્રમાણે સાંધા એટલે કે જોઇન્ટ્સ માં તેલ બનવાનું ઓછું થઈ જાય છે. ડોક્ટરોનું આવાં સમયે જોઇન્ટ બદલવાની સલાહ આપે તો મૂંઝાયા વગર આ ઉપાય અજમાવી જુઓ.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (સુરત)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here