આ મહિલાએ જે કરી બતાવ્યુ છે એ કોઈ પુરુષ પણ ના કરી શકે અને હિંમત હારી જાય, જરૂરથી વાંચજો આ સત્ય ઘટના

0
655

જો તમે કટની સ્ટેશન પર પહોચો છો, તો ત્યાં તમને ૩૦ વર્ષની સંધ્યા મારવી મુસાફરોના સામાન ઊચકતી જોવા મળી શકે છે. સંધ્યા મારવી ભારતની પહેલી મહિલા કુલી છે જેણે તેના બાળકોને ઉછેરવા માટે આ નોકરી અપનાવવાનું નક્કી કર્યું.

સંધ્યા ના પતિ ગયા વર્ષે ઓક્ટોબર માં અવસાન થયું ત્યારે તેમના જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગ્યું કારણ કે પરિવારના આધારસ્તંભ અને તેમના પરિવારનું ભારણ પોષણ કરનાર તેમના પતિનું અચાનક અવસાન થયું. તેમ છતાં પણ તેઓએ હિમ્મત ના હારી અને પછી રેલ્વે સ્ટેશન માં મુસાફરો ના સામાન ખેંચતી અને ઘરના રસોડામાં પણ કામ કરતી જોવા મળી. તેણીને સંતનમાં ત્રણ બાળકો છે. પોતાના ત્રણ બાળકો અને તેના સાસુની સંભાળ રાખવાના પડકાર નો સામનો કર્યા પછી સંધ્યાએ આ નોકરી સ્વીકારી.

તેણીએ આવી કપરી પરિસ્થિતીમાં આશા ગુમાવી નહીં અને તે એવું નથી ઇચ્છતી કે તેના બાળકોને નાણાકીય અક્ષમતાને લીધે કોઈ તકલીફ થાય. થોડા લોકોની મદદ થી તેને કટની સ્ટેશન ખાતે એક પોર્ટર ની નોકરી સ્વીકારી આ રીતે તે કુટુંબની આવક નો સ્ત્રોત બની.

૨૦૧૭માં સંધ્યાએ તેનો બેજ નંબર ૩૬ મેળવ્યો હતો અને તે દિવસે તે કટની રેલ્વે સ્ટેશનમાં ૪૫ પુરુષો વચ્ચેની પ્રથમ મહિલા કુલી બની હતી. ૩૦ વર્ષીય મહિલા કુંદમ ખાતે રહે છે અને કટની સ્ટેશન આવવા માટે દરરોજ ૪૫ કિલોમીટર મુસાફરી કરે છે. સવાર થી સાંજ સખત મહેનત કર્યા પછી તેની ઘરે પરત ફરે છે અને તેના રોજિંદા કાર્યો પણ ચાલુ જ રહે છે. આના પરથી આપણે વિચારી શકીએ કે આટલી મુસાફરી કર્યા પછી અને સવાર થી સાંજ સુધી આટલી મહેનત ભરેલું કામ કર્યા પછી ઘરના રોજિંદા કામો કરવા માટે કેટલી મજબૂત મનોબળ જોઈએ.

સંધ્યાના જીવનમાં આવેલી મુશ્કેલીઓએ તેને વધારે મજબૂત બનાવી છે અને તેને સખત મહેનત કરવાનું શરૂ કર્યું છે. તેણી કહે છે કે તેનું એક સપનું છે કે તે પોતાના બાળકોને ઇંડિયન આર્મિમાં ઓફિસર બનાવવા માંગે છે.

૨૦૧૭થી આ મજબૂત મહિલા તેના માથા અને ખભા પર પુરુષોની જેમ સામાન ઊંચકી રહી છે તે અન્ય લોકો માટે એક ઉદાહરણ છે.

જો તમને આ આર્ટિક્લ ગમ્યું હોય તો શેયર જરૂર કરજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here