અમૃતસર અકસ્માત : રેલ્વે પાયલોટ ક્યારે ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કરે છે?

0
752

અમૃતસરમા ૧૯ ઓક્ટોબર ના રોજ દશેરાના દિવસે રાવણ દહન માટે એકઠી થયેલી ભીડ અકસ્માત નો શિકાર થઈ ગઈ. લોકો રેલ્વે ના પાટા પર ઊભા હતા અને રાવણ દહનના મોબાઇલમાં વિડિયો બનાવી રહ્યા હતા ત્યારે જલંધર-અમૃતસર ટ્રેન ત્યાં પહોચી ગઈ અને ફટાકડાના અવાજમાં કોઈને પણ ટ્રેનના હોર્ન નો કોઈને સંભળાયો નહીં અને કોઈ કઈ સમજે એ પહેલા ૫૯ લોકોનું અકસ્માતમાં મૃત્યુનું થયું અને ઘણા લોકો ઘાયલ પણ થયા.

નવજોત કૌર સિદ્ધુ એ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા જે દરમ્યાન આ અકસ્માત થયો. તેમણે રાતે જ આ સવાલ કર્યો કે ટ્રેનના પાઇલોટે ટ્રેનની ગતિ શા માટે ધીમી ના કરી? અકસ્માતના વિડિયો માં પણ ટ્રેન ગતિથી ચાલતી દેખાય છે અને પાયલોટે ગતિ ધીમી કર્યાનું જણાતું નથી. આ સવાલ ઘણા લોકોના મનમાં છે કે શા માટે ડ્રાઇવર બધાને જોઈ લીધા છતાં પણ ટ્રેનની ગતિ ધીમી ના કરી?

ઇંડિયન રેલ્વેના અન્ય એક ડ્રાઇવરને પુછવામાં આવતા તેમણે જણાવ્યુ કે ટ્રેનમાં પણ રસ્તા પર ચાલતા ટ્રક કે બસ ની જેવી જ એર બ્રેક હોય છે. ટ્રેનને ક્યારે ચલાવવાની છે અને ક્યારે રોકવાની છે એ ડ્રાઇવરના હાથ માં નથી હોતું એ કાં તો સિગ્નલ ના ઇશારે ચલાવે છે અથવા તો ગાર્ડ ના ઇશારે ચલાવે છે. ડ્રાઇવર અને ગાર્ડ એ બે લોકો જ ટ્રેન માં ક્યારે બ્રેક લગાવવી એ નક્કી કરે છે.

કોઈ પણ ટ્રેન ને ૧૫૦ કી.મી.ની સ્પીડે ટ્રેન ચલાવવી એ આસન છે પણ ટ્રેન ને બ્રેક મારી ને યોગ્ય જગ્યાએ રોકવી એ ખૂબ જ કઠિન કામ છે. ટ્રેન ના ડ્રાઇવર મજાક માં એવું કહેતા હોય છે કે અમે લોકો ટ્રેન ચલાવવાનો પગાર નથી લેતા પરંતુ યોગ્ય જગ્યાએ બ્રેક લગાવવાનો પગાર લઈએ છીએ.

ટ્રેન નો ડ્રાઇવર ત્યારે જ ઇમરજન્સી બ્રેક લગાવી શકે જે જેમાં તેને તરત જ ગાડી રોકવાનું જરૂરી લાગે જેમ કે, સામે એવું કઈક આવી જાય, પાટાઓ માં કઈક ખરાબી લાગે અથવા તો ટ્રેન માં કઈક ખરાબી આવી જાય. ઇમરજન્સી બ્રેક પણ એજ બ્રેક દ્વારા લગાવવામાં આવે છે જેના દ્વારા સામાન્ય બ્રેક લગાવવામાં આવે છે, ફરક બસ એટલો જ હોય છે કે સામાન્ય કરતાં બ્રેક કરતાં વધારે ખેચવામાં આવે છે. સામાન્ય બ્રેક માટે કરેલા માર્કિંગ થી વધારે લિવર ને ખેચવાથી ઇમરજન્સી બ્રેક લાગે છે.ઇમરજન્સી બ્રેક લગાવવા છતાં પણ જલંધર અમૃતસર જેવી ટ્રેન લગભગ ૬૦૦ મિટર સુધી ચાલે છે અને ત્યારબાદ જ સંપૂર્ણ રીતે ઊભી રહે છે. મતલબ કે ડ્રાઇવર ઇમરજન્સી બ્રેક મારવા પણ ઇચ્છે તો તેને દૂર થી જ નજર આવવું જરૂરી છે કે પાટા પર શું છે અને તેઓ ઇમરજન્સી બ્રેક મારી શકે.

રાત્રિના સમય માં અંધારમાં દૂરની કોઈ વસ્તુને જોવી ડ્રાઇવર ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ હોય છે. રાત્રિના અંધારા માં ડ્રાઇવર ને ૧ કી,મી સુધીનું બહુ મુશ્કેલ થી દેખાય છે અને તેવા સમય માં ઇમરજન્સી બ્રેક મારી ને ટ્રેન ને રોકવી મુશ્કેલ હોય છે એવાં સમયમાં ડ્રાઇવર પડે ટ્રેનમાં લગાવેલ હોર્ન જ એક ઉપાય હોય છે જેને લગાતાર વગાડે છે. અમૃતસર અકસ્માત સમયે પણ ટ્રેનનું હોર્ન લગાતાર વગડતું હતું.

આપણે બધા એવું માનીએ છીએ કે ઇમરજન્સી બ્રેક લગાવવાથી ટ્રેન પાટા પરથી ઉતારી જાય છે પણ એવું નથી. ટ્રેન પાટા પરથી ત્યારે જ ઉતરે છે જ્યારે ટ્રેનમાં જોઈ ખામી હોય અથવા તો એંજિન માં કઈ ખામી હોય. ઇમરજન્સી બ્રેક ટ્રેનમાં આપવામાં જ એટલા માટે આવે છે કે તેને અચાનક રોકી શકાય.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here