અમેરિકા પણ કહે છે કે “કાશ, ભારતની આ સેના અમારી પાસે પણ હોત”, સમગ્ર વિશ્વ વખાણ કરે છે આ ભારતીય જવાનોના

0
2935

સિયાચીન ગ્લેશિયર દુનિયાની સૌથી ઊંચી રણભૂમિ છે જ્યાં ભારતના જવાનો 0 થી લઈને -50 ડિગ્રી સુધી ના તાપમાનમા આ વિસ્તારની સરહદની સુરક્ષા કરે છે. આ જગ્યા પર ૧૩ એપ્રિલ ૧૯૮૪ થી સતત આ જગ્યા પર ભારતના જવાનો અહિયાં આપણાં દેશમાં ઘુસતા આતંકવાદીઓથી સુરક્ષા કરે છે.

સમુદ્ર તટથી ૬૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ આ સ્થાન પર દરેક વસ્તુઓ જામી જાય છે. સેનાના જવાનો અહિયાં લડાઈ કે યુદ્ધ  કરતા વધારે ખરાબ વાતાવરણને કારણે મૃત્યુ પામે છે. આજે અમે તમને જણાવીશું કે જ્યારે આપણે ઘરમાં ગોદડા કે રજાઈ ઓઢીને સૂતા હોઈએ છીએ ત્યારે  સિયાચીન માં કઈ રીતે આ જવાનો પોતાની ફરજ નિભાવે છે જેથી કરીને આપણે આપણા ઘરોમાં સુરક્ષિત રહી શકીએ.

અહીંયા જવાનોને ખરાબ વાતાવરણને કારણે એવા કપડાં પહેરવાની જરૂર પડે છે કે જેમાં શરીરનું કોઈ અંગ બહાર ન રહી જાય. અહીં હાથોમા પણ મોજા પહેરવા પડે છે નહીંતર એ પ્રાણ ઘાતક સાબિત થાય છે. કારણ કે અહીં ઠંડી ના લીધે  થવાનો પણ ભય રહે છે અને આ કારણે અત્યાર સુધીમાં ઘણા ભારતીય જવાનો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

આ જગ્યા પર એકદમ ટ્રેનિંગ  લઈને આવેલા જવાનો જ રહી શકે છે,  કેમકે અહીંયા છ હજાર મીટરની ઊંચાઈ પર તાપમાન શૂન્યથી લઈને – 70 ડિગ્રી સુધી થઈ જાય છે  અને આવી પરિસ્થિતિમાં ઓક્સિજનની મહેસૂસ થવા લાગે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સિયાચીન ગ્લેશિયર પર માત્ર ૧૦ ટકા જ ઓક્સિજન હોય છે અહીંયા ગરમીના વાતાવરણમાં પણ તાપમાન થી 0 થી લઈને – 50 ડિગ્રી સુધીનો હોય છે.

સિયાચીનમાં દરેક જવાનને ત્રણ મહિના સુધીની ડ્યુટી આપવામાં આવે છે. અહીંયા તેઓને એક સ્લીપીંગ બેગ પણ આપવામાં આવે છે જેમાં તેઓ ઠંડીથી બચવા માટે રહી શકે છે.  આ જગ્યા પર ના તો વ્યવસ્થિત રીતે ભૂખ લાગે છે ના તો સરખી રીતે ઊંઘી શકાય છે જેના કારણે ખૂબ જ જલદી જવાનો ના લાગે છે. આંકડા વાતાવરણ અને ઓક્સિજનની કમીના કારણે અહીંયા ઘણી વખત ભારતીય જવાનોને સાંભળવામાં પણ તકલીફ પડે છે અને ઓછું સંભળાય છે.

સિયાચીનમાં એટલી ઠંડી પડે છે કે ત્યાં મોકલવામાં આવેલા પણ ક્રિકેટના બોલની જેમ કડક બની જાય છે એટલે તાજા ખાવા એ તો અશક્ય જ છે. અહીંયા તેઓને ટ્રેનના ડબ્બામાં ભોજન મોકલવામાં આવે છે જેનાથી તેઓ પોતાનું કામ ચલાવે છે. અહિયાં કોઈ ફળ કે તાજા શાકભાજી ખાઈ શકતા નથી કેમ કે અહીંયા તેને બરફનો ગોળો બનવામાં વાર નથી લાગતી.  અહીં દરરોજ હેલિકોપ્ટર દ્વારા ભોજન મોકલવામાં આવે છે.

મિત્રો સલામ છે આ ભારતીય જવાનોને દિવસ-રાત આપણી અને આપણા દેશની સુરક્ષામાં આવા ખરાબ વાતાવરણમાં પણ દેશની સીમાઓની આતંકવાદીઓથી છે રક્ષા કરે છે અને આપણને આપણા ઘરમાં રહેવા માટે કવચ પૂરું પાડે છે તથા પોતાની કોઈ ચિંતા કરતા નથી.  જો તમને ભારતીય જવાનોની આ સેવા પસંદ આવી હોય તો નીચે કોમેન્ટમાં વંદે માતરમ જરૂરથી લખજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here