અમદાવાદની આ મહિલા ચલાવે છે પાણીપુરીની લારી, ચોખ્ખાઈ જોઈને મોઢામાં આંગળા નાંખી જશો

0
3183

ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ તમને મળશે જે પાણીપુરી ની શોખીન ના હોય. નાના મોટા સૌ કોઈને મનપસંદ એવી પાણીપુરી જાણે ગુજરાતની ઓળખાણ બની ગઈ છે. ગુજરાતી વ્યક્તિઓ ખાવાના બહુ જ શોખીન હોય છે એટલે ચટાકેદાર ખાવાનું મળી જાય એટલે તેમણે જલ્સા પડી જાય.

ગુજરાતમાં મોટા શહેરોમાં તો હવે ખાણીપીણીના અલગ જ માર્કેટ બની રહ્યા છે. જેને અત્યારના લોકો “ફૂડ મોલ” નામ આપી રહ્યા છે. જેમાં ફક્ત તમને ખાવા પીવાની જ વસ્તુઓ વેંચતી જોવા મળશે. ખવાપીવાના શોખીનો માટે આ જગ્યા તો જાણે જન્નત છે, અલગ અલગ પ્રકારની દરેક વાનગીઓ તેમણે અહી મળી રહે છે.

આ સિવાય શહેરોમાં અલગ સ્ટોલ બનાવીને પણ ઘણા લોકો પોતાની સ્વાદિષ્ટ અને સ્વચ્છ વાનગીઓ બનાવે છે અને વેચાણ કરે છે. તમે પાણીપુરી વેંચતા હંમેશા પુરૂષોને જ જોયા હશે પરંતુ ગુજરાતમાં હવે મહિલાઓ પણ પાણીપુરીની સ્ટોલ બનાવીને પાણીપુરી વેંચી રહી છે અને લોકોને પોતાની બનાવેલી પાણીપુરી થી તેઓ ખૂબ જ પ્રખ્યાત પણ થયેલા છે.

ગુજરાતમાં આવું જ પ્રખ્યાત નામ છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા વર્ષાબેન ત્રિવેદી. તેઓ અમદાવાદમા છેલ્લા 4 વર્ષની આવો જ એક સ્ટોલ ખોલીને અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ અને સ્વચ્છ પાણીપુરી બનાવીને ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. અહિયાં આવેલા પાણીપુરીના ચાહકો તેમની પાણીપુરી ખાઈને કાયમ માટે તેમના દ્વારા બનાવેલ પાણીપુરીના ચાહક બની જાય છે.

તેમણે આ પાણીપુરીનો ધંધો કેવા સંજોગોમાં શરૂ કર્યો એ હતાશ થઈ ગયેલા લોકો માટે પ્રેરણાદાયક છે. તેઓએ બીજી કોઈ નોકરી કે કામ કરવાને બદલે પાણીપુરીનો સ્ટોલ ચલાવવાનું શરૂ કર્યું. પાણીપુરીની લારીઓની વાત આવે છે ત્યારે સ્વચ્છતા તરફ લોકોનું ખાસ ધ્યાન જાય છે. એટલા માટે જ વર્ષાબેન આ વાતનું ખાસ ધ્યાન રાખે છે અને ગ્રાહકોને સ્વાદિષ્ટ અને સ્વચ્છ પાણીપુરી આપવાનો આગ્રહ રાખે છે અને તમામ મસાલાઓ જાતે જ તૈયાર કરે છે જેમાં તેમની બંને દિકરીઓ પણ સાથ સહકાર આપે છે.

તમામ મહિલાઓ માટે આ કિસ્સો પ્રેરણાદાયક છે. વર્ષાબેનના જણાવ્યા અનુસાર, જે મહિલાઓ પાસે રસોઈ બનવાવની પોતાની ખાસિયત હોય જેમ કે સારા પાતરા, ઢોકળા, દહીવડા વગેરે જેવી કોઈપણ વાનગી સારી બનાવતા હોય તેમણે આ રીતે સ્ટોલ ચાલુ કરવો જોઈએ. અમદાવાદના વર્ષાબેન ત્રિવેદી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here