અંબાજીમાં બનશે દેશનો સૌથી પહેલો “સ્કાય વોક” કાંચનો પુલ, વાંચો વધુ વિગત

1
4623

દેશનો સૌથી લાંબો અને ઉંચો પુલ સાંભળીને તમને થોડું આશ્ચર્ય થશે. જોકે આ આશ્ચર્ય થવું પણ સ્વાભાવિક છે. પણ જો તમે આવનારા દિવસોમાં આ પુલ જોવા માંગતા હોય તો ગુજરાતના શક્તિપીઠ અંબાજી ધામની અવશ્ય મુલાકાત લેજો. જ્યાં આવનારા સમયમાં ગબ્બર પર્વત સુધી પહોંચવા માટે sky walk કાચનો પુલ આકાર લેવા જઈ રહ્યો છે. અરાવલીની પહાડીઓ વચ્ચે sky walk ના નિર્માણ માટે એમ.ઓ.યુ કરવામાં આવેલ છે.

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર જવામાટે અને આવવા માટે આવનારા સમયમાં ખૂબ જ રોમાંચ અને સાહસપૂર્ણ થી ભરપૂર રહેવાનો છે. શ્રદ્ધાળુઓ sky walk નો મજા લઇ શકશે. વાઇબ્રન્ટ સમિતિમાં કાચનો પુલ બનાવવા માટે એમ.ઓ.યુ કરવામાં આવેલ છે. પર્વત પર બનાવવામાં આવેલ આ skywalk દેશનો સૌથી પહેલો કાચનો પુલ હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે આ નવુ મનપસંદ સ્થળ બની રહેશે.

શક્તિપીઠ અંબાજી માં ભાદરવા મહિનાની પૂનમ અને નવરાત્રી સહિત અહીં આવતા રહે છે. અંબાજી મંદિરના દર્શન કરવા માટે ગબ્બર પર્વત ઉપર પણ શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચે છે. ગબ્બર જવા માટે અરાવલી પહાડોની વચ્ચે sky walk કાચના પુલનું નિર્માણ કરવામાં આવશે.

દુનિયા નો સૌથી પહેલો કાચનો પુલ ચીનના હુનાન પ્રાંત માં આવેલ છે. આ પુલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ પુલને બહાદુર પુરુષો નો પુલ ના નામ થી પણ જાણવામાં આવે છે. આ પુલ એક એવી ખીણની વચ્ચે બનાવવામાં આવેલ છે જેની ઉંડાઇ ૧૮૦ મીટર છે. આ પુલને પાર કરવા માટે હિંમત હોવી ખૂબ જ જરૂરી છે.

હકીકતમાં આ પુલ કાચનો બનાવવામાં આવેલ છે અને તેની લંબાઈ 300 મીટર છે. આ પુલનું ટેસ્ટિંગ પાછલા વર્ષના ઓગસ્ટ મહિનામાં કરવામાં આવેલ હતું. વધારે પડતા વજનના લીધે ૧૨ દિવસ બાદ આ પુલને બંધ કરી દેવામાં આવેલ હતો. પરંતુ ફરી એકવાર આ ભૂલને પર્યટકો માટે ખોલી દેવામાં આવેલ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પર્યટકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવે છે તથા તેમની સાથે એક ગાઈડ પણ હોય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

1 COMMENT

  1. kach no sky walk pull banava karta tya na nana chokravo ne bhantar aapvu jaroori che sky walk pull to futuer ma bani jase pan pehla tya na chokravo nu futuer banavu jaroori che……………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here